જામનગરના નવા મેયર તરીકે મોનિકાબેન વ્યાસ



જામનગરના નવા મેયર તરીકે મોનિકાબેન વ્યાસ



જામનગર જામનગર મહાનગરપાલિકાના નવા સુકાનીઓ જાહેર, ભાજપે ટોચના પદો પર કર્યા નામો જાહેર
જામનગર મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓના નામોની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. શહેર ભાજપના પ્રભારી ધનસુખ ભંડેરીએ મહાનગરપાલિકાના વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ માટેના નામોની જાહેરાત કરતા રાજકીય અટકળોનો અંત આવ્યો હતો.
ભાજપ દ્વારા જામનગર મહાનગરપાલિકાના મેયર પદ માટે મોનિકા વ્યાસના નામ પર મહોર મારવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરની પસંદગી કરવામાં આવી છે. શહેરના મહત્વપૂર્ણ માનાતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે ધીરેન મોનાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત શાસકપક્ષના નેતા તરીકે અમર મોદીને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે દંડક પદ માટે પ્રવિણાબેન રૂપડિયાના નામની જાહેરાત કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 64માંથી 60 બેઠકો જીતી ભવ્ય બહુમતી મેળવી હતી. ભારે બહુમતી બાદ હવે ભાજપે શહેરના સુકાનીઓ જાહેર કરતા નવી ટીમ શહેરના વિકાસ કાર્યોને આગળ ધપાવશે તેવી ચર્ચા ચાલી રહી છે.
નવા પદાધિકારીઓના નામ જાહેર થતાં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના રાજકીય વર્તુળોમાં પણ નવી ટીમને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.




