મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓની માફી માગી, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી વ્યક્ત કર્યો ખેદ



મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓની માફી માગી, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી વ્યક્ત કર્યો ખેદ



નવી દિલ્હી: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ફાટી નીકળેલા આક્રોશને શાંત પાડવા માટે આખરે કોંગ્રેસે નમતું જોખ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ આજે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા ગુજરાતીઓની જાહેર માફી માગી છે. થોડા દિવસો પહેલા કેરળની એક રેલીમાં તેમણે ગુજરાતીઓને ‘અભણ અને મૂર્ખ’ કહ્યા હતા, જેના કારણે દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં ભાજપ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મલ્લિકાર્જુને કહ્યુ કે મે જે વાત કરી હતી તે ખોટી રીતે લેવામાં આવી રહી છે. તેના લીધે મને દુખ વ્યક્ત કર્યુ હતુ.
ભાજપના આક્રોશ સામે કોંગ્રેસનું શરણાગતિ ખડગેના નિવેદન બાદ ગુજરાતના ખૂણેખૂણે ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. રાજકોટ, ગાંધીનગર અને અમદાવાદ સહિતના શહેરોમાં ભાજપે મૌન ધરણા અને વિરોધ પ્રદર્શન યોજી ખડગેની માફીની માંગ કરી હતી. ભાજપે આને સાત કરોડ ગુજરાતીઓના અસ્મિતાના અપમાન સાથે જોડતા કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ હતી. અંતે, વધતા જતા દબાણને વશ થઈને ખડગેએ આ નિવેદન બદલ ખેદ વ્યક્ત કર્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નુકસાનનો ડર? રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે. આવા સમયે ગુજરાતીઓ વિરુદ્ધનું નિવેદન કોંગ્રેસને મોટું નુકસાન પહોંચાડી શકે તેમ હતું. જનતાના રોષની અસર મતદાન પર ન પડે તે માટે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આ ડેમેજ કંટ્રોલની રણનીતિ અપનાવવામાં આવી છે અને ચૂંટણીના પરિણામો પર વિપરીત અસર ન થાય તે હેતુથી માફી માગવામાં આવી હોવાનું મનાય છે.
ગુજરાતીઓના ગૌરવની જીત ભાજપના નેતાઓએ આ માફીને ગુજરાતીઓના ગૌરવની જીત ગણાવી છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતીઓ હંમેશા સહિષ્ણુ રહ્યા છે પરંતુ પોતાની અસ્મિતા પરના પ્રહારો ક્યારેય સહન કરતા નથી. સોશિયલ મીડિયા પર ખડગેની આ માફી બાદ હવે જોવાનું એ રહેશે કે વિરોધ શાંત પડે છે કે કેમ




