થાણેમાં ગમખ્વાર અકસ્માત, 11 લોકોના ઘટનાસ્થળે મોત



ફાઇલ તસવીર
થાણેમાં ગમખ્વાર અકસ્માત, 11 લોકોના ઘટનાસ્થળે મોત



ફાઇલ તસવીર
Maharashtra Thane Accident: સોમવારે મહારાષ્ટ્રમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું હતું કે, રાજ્યના થાણે જિલ્લામાં એક પુલ પર સિમેન્ટ મિક્સર સાથે વાહન અથડાતાં 11 લોકોનાં મોત થયાં છે. પોલીસે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માત સ્થળે પોલીસે બચાવ અને રાહત કામગીરી ચાલુ રાખી રહી છે. અકસ્માત બાદ પુલ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ તેને ક્લિયર કરવાનું કામ કરી રહી છે. અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ, બચાવ ટીમો અને તબીબી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને હોસ્પિટલોમાં પહોંચાડવાનું અને મૃતદેહો બહાર કાઢવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સોમવારે એક વાન અને સિમેન્ટ મિક્સર વચ્ચે ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, તેવું પોલીસે જણાવ્યું છે. આ અકસ્માત સવારે લગભગ 11.30 વાગ્યે મુરબાડના ગોવિલી ગામમાં આવેલા રાયતા પુલ પર થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વાન વિરુદ્ધ દિશામાંથી આવતા સિમેન્ટ મિક્સર સાથે સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે, વાનમાં સવાર ઓછામાં ઓછા 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.




