Get News Alerts

Never miss breaking news updates.

લાઠીના કૃષ્ણગઢમાં સિંહે કર્યો હુમલો, એક ઈજાગ્રસ્ત

અમરેલીમાં ફરી વખતે સિંહનો હુમલો જોવા મળી રહ્યો છે. આજે સવારે આધેડ વ્યક્તિ ઉપર એક સિંહ હુમલો કર્યો હતો. જેના કારણે તેમને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. સિંહ વ્યક્તિ ઉપર હુમલો કર્યો. તેના પગમાં ગંભીર રીતે ઈજા થતા. તે વ્યક્તિને નજીકના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ પછી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વાતની જાણ વનવિભાગને થઈ ત્યારે તેવો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડીને આવ્યા હતા.
Admin
AdminUpdated on: 14 Apr 2026 02:03 PM IST
લાઠીના કૃષ્ણગઢમાં સિંહે કર્યો હુમલો, એક ઈજાગ્રસ્તલાઠીના કૃષ્ણગઢમાં સિંહે કર્યો હુમલો, એક ઈજાગ્રસ્ત

AI Image

અમરેલી: અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહના હુમલાની ઘટના સામે આવી છે. અમરેલીના લાઠી તાલુકાના કૃષ્ણગઢ (લુવારીયા) ગામે સવારના સમયે એક આધેડ વ્યક્તિ પર સિંહે અચાનક હુમલો કર્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, પીડિત વ્યક્તિ સવારે પોતાના ઘરની બહાર બાથરૂમ માટે જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ સિંહે તેમના પર ઝંપલાવ્યું હતું. સિંહે ખાસ કરીને પગના ભાગે બચકા ભર્યા હતા, જેના કારણે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હુમલા સમયે પીડિત વ્યક્તિએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સ્થાનિક લોકોના શોરબકોરથી સિંહ ત્યાંથી ભાગી ગયો હતો, પરંતુ આ ઘટનાએ ગામમાં દહેશત ફેલાવી દીધી છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

આ બનાવને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને સિંહના સતત વધતા હુમલાઓને ધ્યાનમાં રાખીને વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વન વિભાગની ટીમ દ્વારા સિંહને શોધવા અને લોકોની સુરક્ષા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.