Get News Alerts

Never miss breaking news updates.

300 પાર લીંબુના ભાવ: ઉનાળામાં લીંબુ હવે લક્ઝરી

ગરમી વધતા લોકો લીંબુનો વધુ ઉપયોગ કરે છે, ખાસ કરીને ઠંડા પીણાં, શરબત અને આરોગ્ય માટે. પરિણામે લીંબુની માંગમાં 4 થી 5 ગણો વધારો થયો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 Apr 2026 04:20 PM IST
300 પાર લીંબુના ભાવ: ઉનાળામાં લીંબુ હવે લક્ઝરી300 પાર લીંબુના ભાવ: ઉનાળામાં લીંબુ હવે લક્ઝરી

ફાઈલ ફોટો

અમદાવાદ ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. શરૂઆતમાં 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો મળતા લીંબુ હવે 300 થી 320 રૂપિયા સુધી પહોંચી ગયા છે, જેના કારણે સામાન્ય જનતા પર મોંઘવારીનો ભાર વધ્યો છે.

ગરમી વધતા લોકો લીંબુનો વધુ ઉપયોગ કરે છે, ખાસ કરીને ઠંડા પીણાં, શરબત અને આરોગ્ય માટે. પરિણામે લીંબુની માંગમાં 4 થી 5 ગણો વધારો થયો છે.

પુરવઠો મર્યાદિત હોવાને કારણે બજારમાં ભાવ સતત ઊંચા જ રહ્યા છે. આ સ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે રોજિંદા ખર્ચમાં વધારો થયો છે. ઉનાળાની શરૂઆતમાં જ આવી મોંઘવારી લોકો માટે ચિંતાજનક બની છે, અને ઘરખર્ચ સંભાળવો મુશ્કેલ બન્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.