રાજકોટમાં મોડી રાત્રે રીક્ષા સળગાવવાની ઘટના, CCTVમાં કેદ; પોલીસ તપાસ શરૂ



AI Image
રાજકોટમાં મોડી રાત્રે રીક્ષા સળગાવવાની ઘટના, CCTVમાં કેદ; પોલીસ તપાસ શરૂ



AI Image
રાજકોટ રાજકોટમાં રૈયા રોડ વિસ્તારમાં મોડી રાત્રે અજાણી વ્યક્તિ દ્વારા રીક્ષાને આગ લગાવવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, રૈયા રોડ પર હનુમાન મઢી ચોક નજીક હિરામણનગર વિસ્તારમાં એક ઘરની બહાર રીક્ષા પાર્ક કરેલી હતી. મોડી રાત્રે એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો અને રીક્ષાને આગ લગાવીને ફરાર થઈ ગયો.
આ બનાવની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ રીક્ષાને નુકસાન થયું છે.
ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક તપાસ દરમિયાન CCTV ફૂટેજમાં આરોપી રીક્ષા પાસે આવી આગ લગાવી ભાગતો જોવા મળે છે. સ્થાનિક લોકોમાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ બનાવ પાછળ કોઈ અંગત અદાવત હોઈ શકે છે.
ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને CCTVના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.




