Independence Day 2026 : લાલ કિલ્લા પરથી 13મી વખત PM મોદીએ લહેરાવ્યો તિરંગો, 15 ઓગસ્ટે તિરંગા સાથે દેશભક્તિનો મહોત્સવ

Independence Day 2026 : દેશ આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ દેશભક્તિ અને ગૌરવભેર ઉજવી રહ્યો છે. રાષ્ટ્રીય પર્વની મુખ્ય ઉજવણી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર યોજાઈ છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 13મી વખત તિરંગો ફરકાવીને દેશને સંબોધન કરશે. આ વર્ષની ઉજવણી અનેક રીતે ખાસ બની રહેશે, કારણ કે લાલ કિલ્લા પરથી પ્રથમ વખત ‘વંદે માતરમ’ના ગાનનો કાર્યક્રમ યોજાશે.
Growth Now News
Growth Now News
Independence Day 2026 PM MODIIndependence Day 2026 PM MODI

Independence Day 2026 PM MODI

Independence Day 2026 : લાલ કિલ્લા પર લગભગ ત્રણ કલાક સુધી ભવ્ય કાર્યક્રમ ચાલશે. કાર્યક્રમની શરૂઆત સશસ્ત્ર દળો અને દિલ્હી પોલીસના જવાનો દ્વારા વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવાથી થશે. ત્યારબાદ રાષ્ટ્રગીત સાથે વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રગાન બાદ 21 તોપોની સલામી આપવામાં આવશે.

15 ઓગસ્ટે તિરંગા સાથે દેશભક્તિનો મહોત્સવ

તિરંગા ધ્વજવંદન બાદ ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરશે. તેમના સંબોધન દરમિયાન દેશની વિકાસયાત્રા, રાષ્ટ્રીય સુરક્ષા, આત્મનિર્ભરતા અને આગામી ભારતના સંકલ્પો અંગે મહત્વપૂર્ણ વાતો થવાની અપેક્ષા છે. આ વર્ષની ઉજવણીમાં ‘વંદે માતરમ’ને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. જ્ઞાનપથ પર 2,500 NCC કેડેટ્સ અને માય ભારત વોલન્ટિયર્સ દ્વારા ‘વંદે માતરમ’ની વિશાળ આકૃતિ બનાવવામાં આવશે. આ દૃશ્ય સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમનું ખાસ આકર્ષણ બનશે.

વંદે માતરમની આકૃતિથી ગુંજશે જ્ઞાનપથ

ભવ્ય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષાની પણ કડક વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા માટે અંદાજે 15થી 20 હજાર સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં 1,000થી વધુ CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
સ્વાતંત્ર્ય પર્વના મુખ્ય કાર્યક્રમમાં દેશના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનારા આશરે 5,000 વિશેષ મહેમાનો પણ ઉપસ્થિત રહેશે. તિરંગો, 21 તોપોની સલામી, વાયુસેનાની પુષ્પવર્ષા અને ‘વંદે માતરમ’ના ગુંજારવ વચ્ચે લાલ કિલ્લો આજે દેશભક્તિના રંગે રંગાઈ જશે. 80મા સ્વાતંત્ર્ય પર્વની આ ભવ્ય ઉજવણી સમગ્ર દેશ માટે રાષ્ટ્રગૌરવ, એકતા અને દેશભક્તિનો સંદેશ આપશે.