Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક, સ્થાનિક સ્વરાજના પરિણામો પર મન્થન

આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મળતી માહિતી મુજબ બેઠક દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોનું ઝોનવાર વિશ્લેષણ કરવામાં આવશે. વિવિધ શહેરો અને વિસ્તારોમાં મળેલા જનમતને ધ્યાનમાં રાખીને આગામી રાજકીય વ્યૂહરચના ઘડવા પર ભાર મુકવામાં આવશે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 Apr 2026 01:10 PM IST
ગાંધીનગરમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક, સ્થાનિક સ્વરાજના પરિણામો પર મન્થનગાંધીનગરમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક, સ્થાનિક સ્વરાજના પરિણામો પર મન્થન

ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીમાં વ્યૂહાત્મક ચકાસણી શરૂ થઈ છે. આ સંદર્ભે ગાંધીનગર સ્થિત કોબા કમલમ ખાતે ભાજપના દિગ્ગજ નેતાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે.

આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મળતી માહિતી મુજબ બેઠક દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોનું ઝોનવાર વિશ્લેષણ કરવામાં આવશે. વિવિધ શહેરો અને વિસ્તારોમાં મળેલા જનમતને ધ્યાનમાં રાખીને આગામી રાજકીય વ્યૂહરચના ઘડવા પર ભાર મુકવામાં આવશે.

તે ઉપરાંત, મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં નવી બોડી રચવાના પ્રોસેસ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. જીતેલા સભ્યોની પસંદગી, પદાધિકારીઓની નિમણૂંક અને સંચાલન સંબંધિત મુદ્દાઓ પર નેતાઓ વચ્ચે મંત્રણાઓ થશે.

ચૂંટણી બાદ યોજાયેલી આ બેઠકને ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી ચૂંટણી માટે દિશા નક્કી કરવામાં આવશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.