Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં બેવડી ઋતુનો પ્રભાવ: વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે છેલ્લા થોડા દિવસથી સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સખત વધારો નોંધાયો છે. તાવ, વાયરલ ઈન્ફેકશન જેવા રોગોમાં વધારો નોંધાયો છે. સોલા સિવિલ હોસ્પિટલોમાં તમામ વિભાગમાં દર્દીઓની સંખ્યામાં ભારે ભીડ જોવા મળી રહી છે.
Admin
AdminUpdated on: 20 Mar 2026 12:50 PM IST
અમદાવાદમાં બેવડી ઋતુનો પ્રભાવ: વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારોઅમદાવાદમાં બેવડી ઋતુનો પ્રભાવ: વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો

અમદાવાદમાં  બેવડી ઋતુના કારણે અમદાવાદમાં રોગચારો વકર્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં છેલ્લા થોડા દિવસોથી વધારો નોંધાવામાં આવ્યો છે. હવામાન બદલાતાના કારણે લોોકમાં વાયરલ ઈન્ફેક્શન. તાવ જેવા રોગોમાં વધારો નોંધાતા ચિંતાનો વિષય બન્યો છે. તેના કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે સખત વધારો નોંધાયો છે.

અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી અમદાવાદવાસીઓ બે ઋતુનો અનુભવો કરી રહ્યા છે. તેવામાં અમદાવાદના નાગરિકોને તાવ અને વાયરલ ઈન્ફેકશન જેવા રોગોમાં સખત વધારો નોંધાયો છે. છેલ્લા અઠવાડિયામાં સોલા સિવિલ હોસ્પિટલોમાં આવા પ્રકારનો દર્દીઓની સંખ્યામાં સખત વધારો નોંધાયો છે. તેને લઈને તંત્રમાં ચિંતાનો વિષય બન્યો છે.હોસ્પિટલના તમામ વિભાગમાં દર્દીઓનો સંખ્યામાં સખત વધારો નોંધાયો છે. 

એક સપ્તાહમાં ડેન્ગ્યુના 127 અને મેલેરિયાના 543 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, પ્રદૂષિત પાણી અને ખોરાકને કારણે થતા રોગોમાં પણ વધારો થયો છે, જેમાં ટાઈફોઈડના 6 અને ઝાડા-ઉલ્ટીના 39 કેસ નોંધાયા છે. ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું છે કે જો શરીરમાં કોઈપણ પ્રકારની અશક્તિ લાગે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવાની વિનંતી કરવામાં આવી છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.