હિતેશ બારોટ બન્યા અમદાવાદના મેયર



હિતેશ બારોટ બન્યા અમદાવાદના મેયર



અમદાવાદ અમદાવાદ મહાનગરપાલિકાને નવા મેયર તરીકે હિતેશ બારોટ મળ્યા છે. ભાજપ દ્વારા થલતેજ વોર્ડમાંથી રિપીટ કરાયેલા કોર્પોરેટર હિતેશ બારોટની આજે સત્તાવાર રીતે મેયર પદ માટે પસંદગી કરવામાં આવી છે. લાંબા સમયથી સંગઠન અને સ્થાનિક રાજકારણમાં સક્રિય રહેલા હિતેશ બારોટને શહેરના પ્રથમ નાગરિક તરીકેની જવાબદારી સોંપાતા ભાજપ કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે Dy. મેયર અંજુ બેન શાહ. અતુલ મિશ્રા, દંડક , પક્ષના નેતા. જશુભાઈ ઠાકોર. સ્ટેન્ડિંગ ચેરમેન.કમલેશ પટેલ. તમામ નામોની વિધિવત જાહેરાત.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ભાજપના અગ્રણી નેતા હિતેશ બારોટ થલતેજ વિસ્તારમાં સતત સક્રિય રહીને લોકહિતના કાર્યો અને વિસ્તારના વિકાસ માટે જાણીતા છે
હિતેશ બારોટ ભાજપના વિશ્વસનીય અને સંગઠનના મજબૂત ચહેરા તરીકે ઓળખાય છે. તેઓ અગાઉ અમદાવાદ મહાનગરપાલિકાની સૌથી મહત્વપૂર્ણ માનાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ સફળ કામગીરી બજાવી ચૂક્યા છે. કોર્પોરેશનની નીતિઓ, વિકાસ કાર્યો અને વહીવટી કામગીરીનો તેમને લાંબો અનુભવ હોવાથી પક્ષે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
થલતેજ વિસ્તારથી સતત સક્રિય રહેલા હિતેશ બારોટે સ્થાનિક સ્તરે જનસંપર્ક અને વિકાસના મુદ્દાઓ પર મજબૂત પકડ બનાવી છે. ભાજપ સંગઠનમાં પણ તેઓ વર્ષોથી સક્રિય રહી અનેક જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. તેમની કાર્યશૈલી અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને ભાજપ હાઈકમાન્ડે આખરે મેયર પદ માટે તેમના નામ પર મહોર મારી છે.
અમદાવાદ મહાનગરપાલિકામાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની પસંદગી પ્રક્રિયા દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો. અનેક દાવેદારો વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અંતે હિતેશ બારોટના નામની જાહેરાત થતા સસ્પેન્સનો અંત આવ્યો છે.
નવા મેયર તરીકે હિતેશ બારોટ હવે શહેરના વિકાસ, ટ્રાફિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કેવી કામગીરી કરે છે તેના પર અમદાવાદવાસીઓની નજર રહેશે.
હિતેશ બારોટની રાજકીય સફર
- 1986: ભાજપમાં જોડાયા
- 1987થી 1997: RSSમાં સક્રિય
- 1988: થલતેજ ગ્રામ્ય મંડલના મહામંત્રી
- 1989થી 1997: દસ્ક્રોઇના 18 ગામ બક્ષીપંચની જવાબદારી સંભાળી
- 2001થી 2005: બોડકદેવના સરપંચ
- 2010: APMC(અમદાવાદ)ના વાઈસ ચેરમેન બન્યા
- 2012: એડીસી બેંકના ડિરેક્ટર તરીકે નિમણૂંક
- 2014: APMCમાં ડિરેક્ટર બન્યાં
- 2014: ગાંધીનગર લોકસભાના બક્ષીપંચના ઈન્ચાર્જ બન્યા
- 2013થી 2017: પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ડિરેક્ટર
- 2017: ગુજકોમાસોલના ડિરેક્ટર બન્યા
- 2018: ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર બન્યા
- 2021: થલતેજ વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા
- 2021: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે નિયુક્તિ
ભારતીય જનતા પાર્ટી (કર્ણાવતી મહાનગર)
સભ્યો અને તેમના નિયુક્ત વોર્ડની સત્તાવાર યાદી
| અ.નં. | નામ | વોર્ડ |
| ૧ | શ્રી કેતનકુમાર બાબુલાલ પટેલ | ગોતા |
| ૨ | શ્રી રાકેશભાઈ નવીનચંદ્ર પરિખ | સરદાર પટેલ સ્ટેડિયમ |
| ૩ | શ્રી નિરજ મનસુખભાઈ ગજજર | સાબરમતી |
| ૪ | શ્રી ચંદ્રપ્રકાશ મુરલી ખાનચંદાણી | સરદારનગર |
| ૫ | શ્રી રાજેશ છગનભાઈ પટેલ | શાહીબાગ |
| ૬ | શ્રી એકતા કેશવ રાવલ | નવરંગપુરા |
| ૭ | શ્રી ઘનશ્યામભાઈ સોહનલાલ બારોટ | ઈન્ડીયાકોલોની |
| ૮ | શ્રી જયેશ બટુકભાઈ પટેલ | ઠક્કરબાપાનગર |
| ૯ | શ્રી દેવાંગભાઈ રવિશંકર મહેતા | વેજલપુર |
| ૧૦ | શ્રી રાજેન્દ્ર રણછોડભાઈ જાની | ઓઢવ |
| ૧૧ | શ્રી કમલેશભાઈ મહેશચંદ્ર પટેલ | ખોખરા |
| ૧૨ | શ્રી જેનીક ગૌતમભાઈ વકીલ | પાલડી |
| ૧૩ | શ્રી પ્રવિણભાઈ અંબાલાલ પટેલ | ઘાટલોડીયા |
| ૧૪ | શ્રી પરેશકુમાર બાવચંદભાઈ લાખાણી | નિકોલ |
| ૧૫ | ડો. રાકેશભાઈ પોપટભાઈ સકસેના | અમરાઈવાડી |
| ૧૬ | શ્રી જયશ્રીબેન દત્તાત્રી દાસરી | બાપુનગર |
| ૧૭ | શ્રી સુમનબેન ભંવરસિંહ સોલંકી | અસારવા |
| ૧૮ | શ્રી રૂપલબેન સંદિપકુમાર ભટ્ટ | રામોલ-હાથીજણ |
| ૧૯ | શ્રી નિતાબેન વિસાભાઈ દેસાઈ | ઓઢવ |
| ૨૦ | શ્રી મૌલિક ગૌતમભાઈ પટેલ | ઈસનપુર |
| ૨૧ | શ્રી રેખાબેન ભાવેશભાઈ દેસાઈ | અમરાઈવાડી |




