Get News Alerts

Never miss breaking news updates.

ચીનમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી, અનેક લોકોના મોત

દક્ષિણ-પશ્ચિમ ચીનના ચોંગકિંગ મ્યુનિસિપાલિટીના યોંગચુઆન જિલ્લામાં ભારે વરસાદ બાદ 10થી વધુ લોકો ગુમ થયાની માહિતી સામે આવી છે. હવામાન વિભાગ મુજબ શનિવાર રાત્રે ચોંગકિંગના પશ્ચિમી વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં કેટલાક ગામોમાં 296.7 મીમી અને 256.9 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 24 May 2026 03:05 PM IST
ચીનમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી, અનેક લોકોના મોતચીનમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી, અનેક લોકોના મોત

બીજિંગ: દક્ષિણ-પશ્ચિમ ચીનના ચોંગકિંગ મ્યુનિસિપાલિટીના યોંગચુઆન જિલ્લામાં ભારે વરસાદ બાદ 10થી વધુ લોકો ગુમ થયાની માહિતી સામે આવી છે.

હવામાન વિભાગ મુજબ શનિવાર રાત્રે ચોંગકિંગના પશ્ચિમી વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં કેટલાક ગામોમાં 296.7 મીમી અને 256.9 મીમી સુધી વરસાદ નોંધાયો છે.

અવિરત વરસાદના કારણે ભૂસ્ખલન, જમીન ધસાવા અને કાદવના પ્રવાહ જેવી કુદરતી આફતોનો ખતરો વધી ગયો છે.

સ્થિતિને ધ્યાનમાં રાખીને ચોંગકિંગ પ્રશાસને યોંગચુઆન જિલ્લામાં લેવલ-3 ઇમરજન્સી જાહેર કરી છે અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી છે.

બીજી તરફ, મધ્ય ચીનના હુનાન પ્રાંતના શીમેન કાઉન્ટીમાં ભારે વરસાદને કારણે મૃત્યુઆંક વધીને 7 થયો છે, જ્યારે 14 લોકો હજુ પણ ગુમ છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ વધુ 5 લોકો ગુમ હોવાની પુષ્ટિ થતા શોધ અને બચાવ કામગીરી વધુ તેજ કરવામાં આવી છે.

17 મેના રોજ શરૂ થયેલો આ વરસાદ આ વર્ષનો પ્રથમ મોટો વરસાદી પ્રકોપ છે, જેમાં 23થી વધુ વિસ્તારો અસરગ્રસ્ત થયા છે.

રાહત કામગીરી સાથે રસ્તાઓ અને જરૂરી સુવિધાઓને ફરીથી કાર્યરત કરવા માટે પણ તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ચીન સરકારે હુનાન પ્રાંતમાં પૂર પછી રાહત અને પુનર્વસન માટે 5 કરોડ યુઆનની ઇમરજન્સી સહાય પણ જાહેર કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.