Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં ગરમીનો કહેર: સોલા સિવિલમાં રોજ 8-10 હિટસ્ટ્રોકના કેસ, ઓરેન્જ એલર્ટ જાહેર

અમદાવાદમાં બપોરના સમયે શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે, કારણ કે તંત્ર દ્વારા લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. વાહનચાલકો અને દૈનિક કામકાજ માટે બહાર નીકળતા લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 27 Apr 2026 03:46 PM IST
અમદાવાદમાં ગરમીનો કહેર: સોલા સિવિલમાં રોજ 8-10 હિટસ્ટ્રોકના કેસ, ઓરેન્જ એલર્ટ જાહેરઅમદાવાદમાં ગરમીનો કહેર: સોલા સિવિલમાં રોજ 8-10 હિટસ્ટ્રોકના કેસ, ઓરેન્જ એલર્ટ જાહેર

ફાઈલ ફોટો

અમદાવાદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતા લોકોના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે. શહેરમાં તાપમાન 44 ડિગ્રી પાર પહોંચતા હિટસ્ટ્રોક અને લૂ લાગવાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજ 8થી 10 જેટલા દર્દીઓ હિટસ્ટ્રોકની સારવાર માટે પહોંચી રહ્યા હોવાનું હોસ્પિટલના RMO ડૉ. દેવાંગ શાહે જણાવ્યું છે. ગરમીને કારણે ડિહાઈડ્રેશનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે.

બપોરના સમયે શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે, કારણ કે તંત્ર દ્વારા લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. વાહનચાલકો અને દૈનિક કામકાજ માટે બહાર નીકળતા લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 48 કલાક માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. શહેરમાં આજે 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને પશ્ચિમી તેમજ ઉત્તર-પશ્ચિમી ગરમ પવનોને કારણે ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા છે. આવતીકાલે સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.