મીની બજારમાં હર્ષ સંઘવી કાર્યકરો સાથે નાસ્તો માણતા નજરે પડ્યા
મતદાન પૂર્વે આજે રાજ્યના ગૃહમંત્રી તથા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના મીની બજાર વિસ્તારમાં પોતાના કાર્યકરો અને નેતાઓ સાથે જોવા મળ્યા હતા. તેમણે કાર્યકરો સાથે અનૌપચારિક વાતચીત કરી અને નાસ્તાનો આનંદ માણ્યો હતો.

Rahul DesaiUpdated on: 25 Apr 2026 02:47 PM IST

મીની બજારમાં હર્ષ સંઘવી કાર્યકરો સાથે નાસ્તો માણતા નજરે પડ્યા
મતદાન પૂર્વે આજે રાજ્યના ગૃહમંત્રી તથા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના મીની બજાર વિસ્તારમાં પોતાના કાર્યકરો અને નેતાઓ સાથે જોવા મળ્યા હતા. તેમણે કાર્યકરો સાથે અનૌપચારિક વાતચીત કરી અને નાસ્તાનો આનંદ માણ્યો હતો.

Rahul Desai
Updated on: 25 Apr 2026 02:47 PM IST

સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સુરત શહેરમાં પ્રચારના પડઘમ હવે શાંત પડી ગયા છે. આવતીકાલે મતદાન યોજાનાર હોવાથી રાજકીય પક્ષોના પ્રચાર પર વિરામ લાગ્યો છે.

મતદાન પૂર્વે આજે રાજ્યના ગૃહમંત્રી તથા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના મીની બજાર વિસ્તારમાં પોતાના કાર્યકરો અને નેતાઓ સાથે જોવા મળ્યા હતા. તેમણે કાર્યકરો સાથે અનૌપચારિક વાતચીત કરી અને નાસ્તાનો આનંદ માણ્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોએ જીત માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો. ખાસ કરીને ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો અને જનસંપર્ક અભિયાન યોજાયા હતા.

હવે પ્રચાર પૂર્ણ થતાં મતદાન માટેનો માહોલ તૈયાર થઈ ગયો છે અને આવતીકાલે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
AUTHOR