Get News Alerts

Never miss breaking news updates.

હર્ષ સંઘવીએ મોરબીના સનાળામાં કમલમ ખાતે ચૂંટણી પ્રચાર બેઠક યોજી હતી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ મોટા નેતાઓ પણ મેદાનમાં પણ ઉતર્યા છે. તેવામાં આજે હર્ષ સંઘવી આજે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી અને મહત્ત્વની બેઠક પણ યોજી હતી. જેને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.આ બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર પણ રહ્યા હતા. આગમી દિવસોમાં પ્રચાર વધુ તેજ કરવાની તૈયારી દર્શાવવા આવી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 17 Apr 2026 03:11 PM IST
હર્ષ સંઘવીએ  મોરબીના સનાળામાં કમલમ ખાતે ચૂંટણી પ્રચાર બેઠક યોજી હતીહર્ષ સંઘવીએ  મોરબીના સનાળામાં કમલમ ખાતે ચૂંટણી પ્રચાર બેઠક યોજી હતી

મોરબી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની રહી છે. તે વચ્ચે મોરબી જિલ્લાના સનાળા ખાતે કમલમ કાર્યાલયમાં ચૂંટણી પ્રચાર પ્રવાસ દરમિયાન મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પક્ષના ઉમેદવારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા અને તેમણે કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.

બેઠક દરમિયાન ચૂંટણીલક્ષી વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને પ્રચારની રણનીતિ, મતદારો સુધી પહોંચવાની રીત, બૂથ લેવલ પર કામગીરી અને મતદાનના દિવસે સુવ્યવસ્થિત આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓને સંગઠનને વધુ મજબૂત બનાવવા અને ઘરમાં ઘરમાં સંપર્ક વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

આ પ્રસંગે નેતાઓએ ઉમેદવારોને સંકલિત રીતે કામ કરવા અને મતદારો સાથે સીધો સંવાદ વધારવા પર ભાર મૂક્યો હતો. સાથે જ વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પ્રચાર કરવા અને સરકારની સિદ્ધિઓ લોકોને પહોંચાડવા સૂચવાયું હતું.

બેઠક બાદ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવી બેઠકો હવે વધુ ઝડપથી યોજાઈ રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.