Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાત ગૌરવ ગાથા: મહાગુજરાત આંદોલનથી 'અસ્મિતાભવન' સુધીની ઐતિહાસિક સફર

ગુજરાત રાજ્યની માંગ સાથે શરૂ થયેલા ઐતિહાસિક મહાગુજરાત આંદોલનમાં આશરે 25 જેટલા લોકોએ બલિદાન આપ્યું હતું. આ આંદોલનનું નેતૃત્વ ઇન્દુલાલ યાજ્ઞિક જેવા આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. લોકોના સંઘર્ષ અને ભાવનાઓને માન આપી અંતે કેન્દ્ર સરકારે બોમ્બે રાજ્યનું વિભાજન કર્યું અને ગુજરાતનું સર્જન થયું.
Rahul Desai
Rahul DesaiUpdated on: 01 May 2026 12:31 PM IST
ગુજરાત ગૌરવ ગાથા: મહાગુજરાત આંદોલનથી 'અસ્મિતાભવન' સુધીની ઐતિહાસિક સફરગુજરાત ગૌરવ ગાથા: મહાગુજરાત આંદોલનથી 'અસ્મિતાભવન' સુધીની ઐતિહાસિક સફર

‘ગુજરાત સ્થાપના દિવસ’ નિમિત્તે રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. 1 મે 1960ના રોજ મહારાષ્ટ્રથી અલગ થઈ ગુજરાત રાજ્યનું સત્તાવાર ગઠન થયું હતું.

અલગ ગુજરાત રાજ્યની માંગ સાથે શરૂ થયેલા ઐતિહાસિક મહાગુજરાત આંદોલનમાં આશરે 25 જેટલા લોકોએ બલિદાન આપ્યું હતું. આ આંદોલનનું નેતૃત્વ ઇન્દુલાલ યાજ્ઞિક જેવા આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. લોકોના સંઘર્ષ અને ભાવનાઓને માન આપી અંતે કેન્દ્ર સરકારે બોમ્બે રાજ્યનું વિભાજન કર્યું અને ગુજરાતનું સર્જન થયું.

આ ઐતિહાસિક પ્રસંગોને યાદ કરાવતું અસ્મિતાભવન આજે પણ અમદાવાદમાં ગૌરવપૂર્ણ રીતે અસ્તિત્વમાં છે. 1 મે 1960ના રોજ અહીં પ્રથમ વિધાનસભાની બેઠક યોજાઈ હતી અને 1960થી 1963 દરમિયાન રાજ્ય વિધાનસભાની બેઠકો અહીં જ યોજાતી રહી હતી.

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ અસ્મિતાભવનનું મૂળ માળખું આજે પણ યથાવત છે. અહીં પ્રથમ વિધાનસભાની ઐતિહાસિક તસવીરો સંગ્રહિત છે, જે મુલાકાતીઓને ગુજરાતના ગૌરવપૂર્ણ ઈતિહાસ સાથે જોડે છે.

અસ્મિતાભવન માત્ર એક ઈમારત નથી, પરંતુ ગુજરાતની ઓળખ અને ગૌરવનું જીવંત પ્રતિક છે. આ ઐતિહાસિક વારસાને વધુ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાની જરૂરિયાત પણ વ્યક્ત થઈ રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.