ગુજરાત બોર્ડે માર્કશીટમાં કર્યા 3 મોટા બદલાવ



AI Image
ગુજરાત બોર્ડે માર્કશીટમાં કર્યા 3 મોટા બદલાવ



AI Image
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની માર્કશીટમાં આ વર્ષે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. હવે વિદ્યાર્થીઓને CBSE જેવી નવી ડિઝાઇનની માર્કશીટ આપવામાં આવશે, જેમાં હોલોગ્રામની જગ્યાએ QR કોડ આપવામાં આવશે.
બોર્ડના સચિવ આર.આર. વ્યાસે જણાવ્યું હતું કે માર્કશીટમાં ત્રણ મુખ્ય બદલાવ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી માર્કશીટમાં પહેલા અટક અને પછી વિદ્યાર્થીનું નામ આવતું હતું, પરંતુ હવે પહેલા વિદ્યાર્થીનું નામ અને પછી અટક લખાશે.
તે ઉપરાંત હવે નામ, પિતાનું નામ અને અટક અલગ-અલગ કોલમમાં દર્શાવવામાં આવશે, જેથી અન્ય રાજ્ય અથવા વિદેશમાં ઓળખ સરળ બની રહે.
આ વર્ષે માર્કશીટમાં QR કોડ પણ ઉમેરવામાં આવ્યો છે. QR કોડ સ્કેન કરવાથી માર્કશીટની વેરિફિકેશન થઈ શકશે અને નકલી માર્કશીટ ઓળખવી સરળ બનશે.
માર્કશીટની સાઇઝ અને કલરમાં પણ સામાન્ય ફેરફાર કરવામાં આવ્યા છે. બોર્ડના જણાવ્યા અનુસાર, નવી માર્કશીટમાં ખાસ સિક્યોરિટી ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જેથી દસ્તાવેજ વધુ સુરક્ષિત બની રહેશે.




