Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં સ્વરક્ષા મહોત્સવ 2026નો ભવ્ય પ્રારંભ

અમદાવાદમાં રક્ષા અને ટેકનોલોજીના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું તરીકે “સ્વરક્ષા મહોત્સવ 2026”નો ભવ્ય પ્રારંભ વિજ્ઞાન ભવન ખાતે કરવામાં આવ્યો છે. એરોસ્પેસ, ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજી પર કેન્દ્રિત આ બે દિવસીય વૈશ્વિક સમિટ ‘Fostering Partnership for Security’ થીમ હેઠળ શરૂ થઈ છે, જેમાં દેશ-વિદેશના નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ એક જ મંચ પર જોડાયા છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 21 May 2026 02:15 PM IST
અમદાવાદમાં સ્વરક્ષા મહોત્સવ 2026નો ભવ્ય પ્રારંભઅમદાવાદમાં સ્વરક્ષા મહોત્સવ 2026નો ભવ્ય પ્રારંભ

અમદાવાદ અમદાવાદમાં “સ્વરક્ષા મહોત્સવ 2026”નો ભવ્ય પ્રારંભ વિજ્ઞાન ભવન ખાતે કરવામાં આવ્યો છે. એરોસ્પેસ, ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજી પર આધારિત બે દિવસીય વૈશ્વિક સમિટનો શુભારંભ ‘Fostering Partnership for Security’ થીમ હેઠળ થયો છે.

આ સમિટમાં દેશ-વિદેશના નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ જગતના આગેવાનો એક મંચ પર એકત્રિત થયા છે. આત્મનિર્ભર ભારતના વિઝનને વધુ મજબૂત બનાવવા માટે સ્વદેશી ડિફેન્સ અને જીઓસ્પેશિયલ ટેકનોલોજી પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ગુજરાત સરકાર, ગુજકોસ્ટ, ગુજરાત સાયન્સ સિટી તથા ભારત સરકારની વિવિધ સંસ્થાઓના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોન્ફરન્સ, પેનલ ચર્ચાઓ, એક્ઝિબિશન અને નેટવર્કિંગ સેશન્સ મારફતે નવી ટેકનોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારી પર વિસ્તૃત ચર્ચા થઈ રહી છે.

આ એક્ઝિબિશન દ્વારા મેક ઇન ઇન્ડિયા અભિયાનને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને નાના હેલિકોપ્ટરથી લઈને ડિફેન્સ સંબંધિત તમામ સાધનો ભારતમાં જ નિર્માણ થાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.