Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરમાં ‘શ્રી વિશ્વકર્મા બિઝનેસ એક્સ્પો 2026’નો ભવ્ય પ્રારંભ: ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને મળશે નવું બળ

ગાંધીનગર ખાતે આજથી 2 દિવસ એટલે કે 11 અને 12 એપ્રિલ દરમિયાન યોજનારા Shree Vishwakarma Business Expo 2026 ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ જે કે નાના મોટા ઉદ્યોગપતિઓ અને યુવાઓને સ્ટાર્ટએપ્સને વૈશ્વિક પ્લેટફોર્મ મળી રહે. આ બે દિવસમાં રાજ્ય અને દેશભરના ઉદ્યોગોકારો અને વેપારીઓ બધા એક છત નીચે ભેગા થશે.
Admin
AdminUpdated on: 11 Apr 2026 12:35 PM IST
ગાંધીનગરમાં ‘શ્રી વિશ્વકર્મા બિઝનેસ એક્સ્પો 2026’નો ભવ્ય પ્રારંભ: ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને મળશે નવું બળગાંધીનગરમાં ‘શ્રી વિશ્વકર્મા બિઝનેસ એક્સ્પો 2026’નો ભવ્ય પ્રારંભ: ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને મળશે નવું બળ

ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે ઉદ્યોગ, વેપાર અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી ઊંચાઈએ લઈ જવાના ઉમદા હેતુ સાથે ‘Shree Vishwakarma Business Expo 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સેક્ટર-17 સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 11 અને 12 એપ્રિલ દરમિયાન યોજાનારા આ એક્સ્પોનો આજથી ઉત્સાહભેર પ્રારંભ થયો છે.

ઉદ્ઘાટન સમારોહ
આ બિઝનેસ એક્સ્પોનું વિધિવત ઉદ્ઘાટન ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઇ વિશ્વકર્માના હસ્તે કરવામાં આવ્યું હતું. શનિવારે સવારે 10:00 વાગ્યે હેલિપેડ ગ્રાઉન્ડના હોલ નંબર 12, 13 અને 9માં આયોજિત આ સમારોહમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ  કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી 'વાઇબ્રન્ટ ગુજરાત'ની પરંપરાને આગળ ધપાવતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ  ગાંધીનગર ખાતે આયોજિત 'વિશ્વકર્મા બિઝનેસ એક્સ્પો 2026માં સમગ્ર ગુજરાતમાંથી ઉદ્યોગ સાહસિકોનો ઘોડાપૂર ઉમટ્યો છે. આ એક્સ્પો માત્ર એક પ્રદર્શન નહીં, પરંતુ વિશ્વકર્મા સમાજની વિવિધ શાખાઓ અને ઉદ્યોગોના સંગમનું કેન્દ્ર બન્યું છે. આ એક્સ્પોમાં નાનાથી લઈ ને મોટા ઉદ્યોગકારો અને વેપારીઓ એક છત નીચે આવ્યા છે. જેને લઈને આવનારા સમયમાં બધા ઉદ્યોગોને પ્રોત્સાહ મળશે. 

એકતા અને સહયોગથી મોટી કંપનીઓનું નિર્માણ
આ એક્સ્પોની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં નાના કારીગરોથી લઈને મોટા ઉદ્યોગપતિઓ સુધીના તમામ લોકો એકઠા થયા છે. જે રીતે મોટી કોર્પોરેટ કંપનીઓ કાર્ય કરે છે, તે જ રીતે વિશ્વકર્મા સમાજના નાના-મોટા એકમો ભેગા મળીને એક મજબૂત વ્યવસાયિક માળખું ઊભું કરી રહ્યા છે. આ પરસ્પર સહયોગ આવનારા સમયમાં મોટા ઉદ્યોગોના ઉદયનો સંકેત આપી રહ્યો છે.

એક્સ્પોની મુખ્ય વિશેષતાઓ
આ એક્સ્પો માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે.

લક્ષ્ય: વિશ્વકર્મા સમાજના પરંપરાગત કારીગરો, નાના-મોટા ઉદ્યોગપતિઓ અને યુવા સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવું.

સહભાગિતા: રાજ્ય અને દેશભરના ઉદ્યોગકારો અને વેપારીઓ એક જ છત નીચે એકત્રિત થયા છે.

ઇનોવેશન: પ્રદર્શનમાં નવી ટેક્નોલોજી, અત્યાધુનિક મશીનરી, અને ઇનોવેટિવ પ્રોડક્ટ્સ તેમજ સર્વિસીસના વિવિધ સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

નેટવર્કિંગ: અહીં ઉદ્યોગકારો વચ્ચે સીધી મુલાકાત (B2B), વ્યાપારી ભાગીદારી અને નવા ડીલ્સ માટેની વિપુલ તકો રહેલી છે.

"આ એક્સ્પો નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેમને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે યોગ્ય બજાર અને નેટવર્કિંગનો અવહાર મળી રહેશે."

મુલાકાતીઓ માટે માહિતી
આ એક્સ્પો 11 અને 12 એપ્રિલ એમ બે દિવસ સુધી સવારે 10:00 વાગ્યાથી સાંજ સુધી જાહેર જનતા અને મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે. આયોજકો દ્વારા એન્ટ્રી પ્રક્રિયા અત્યંત સરળ અને સુલભ રાખવામાં આવી છે, જેથી વધુમાં વધુ લોકો નવા ટ્રેન્ડ્સ અને બિઝનેસ ઇનોવેશન્સ વિશે માહિતગાર થઈ શકે.

AUTHOR
Admin

Admin

Author details are not available.