Get News Alerts

Never miss breaking news updates.

સરકારે પેટ્રોલ- ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 10-10 રૂપિયા ઘટાડી

કેન્દ્ર સરકારે આજે પેટ્રોલ અને ડીઝલમાં એકસાઈઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના પાછળનું કારણ છે. કે વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધના કારણે તણાવપૂર્ણ પરિસ્થિતિઓ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલના ભાવમાં વધારો નોંધાયો છે. જે 70 ડોલરથી વધીને 100 ડોલર ફ્રૂટ ઓઈલ સુધી પહોંચ્યુ છે. જેથી તેલ કંપનીઓને ખર્ચનો બોજ વધ્યો છે.
Admin
AdminUpdated on: 27 Mar 2026 11:52 AM IST
સરકારે પેટ્રોલ- ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 10-10 રૂપિયા ઘટાડીસરકારે પેટ્રોલ- ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 10-10 રૂપિયા ઘટાડી

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને નિયંત્રિત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 10-10 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે. અત્યાર સુધી પેટ્રોલ પર લાગતી 13 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને હવે 3 રૂપિયા કરવામાં આવી છે.

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ જેવા તણાવપૂર્ણ પરિસ્થિતિઓ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. અગાઉ લગભગ 70 ડોલર પ્રતિ બેરલ રહેલો ક્રૂડ ઓઇલનો ભાવ વધીને 100 ડોલર સુધી પહોંચતા તેલ કંપનીઓ પર ખર્ચનો બોજ વધ્યો હતો.

સરકારના આ પગલાથી સામાન્ય ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાથી રાહત મળશે તેવી અપેક્ષા છે. સાથે જ તેલ માર્કેટિંગ કંપનીઓના માર્જિનમાં પણ થોડો સુધારો થવાની સંભાવના છે.

પરંતુ બીજી તરફ, આ નિર્ણય હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ જેવી સરકારી તેલ કંપનીઓ માટે બેધારી તલવાર સાબિત થઈ શકે છે. એક તરફ ગ્રાહકોને ભાવમાં રાહત આપવાનો દબાણ રહેશે, જ્યારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ક્રૂડ ઓઇલના ભાવને કારણે ખર્ચ વધતો રહેશે.આ પરિસ્થિતિમાં તેલ કંપનીઓને ભાવ સ્થિર રાખવા માટે વધુ દબાણનો સામનો કરવો પડી શકે છે, જે તેમના નફા પર અસર કરી શકે છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.