ગાઝિયાબાદમાં હરિદ્વાર જઈ રહેલી પિકઅપ ટ્રક સાથે અથડાઈ, 3ના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હરિદ્વાર દર્શન અને ગંગા સ્નાન માટે જઈ રહેલી એક બોલેરો પિકઅપની ટ્રક સાથે જોરદાર અથડામણ થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
Growth Now News
Growth Now News
ગાઝિયાબાદમાં હરિદ્વાર જઈ રહેલી પિકઅપ ટ્રક સાથે અથડાઈ, 3ના મોત, અનેક લોકો ઈજાગ્રસ્તગાઝિયાબાદમાં હરિદ્વાર જઈ રહેલી પિકઅપ ટ્રક સાથે અથડાઈ, 3ના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હરિદ્વાર દર્શન અને ગંગા સ્નાન માટે જઈ રહેલી એક બોલેરો પિકઅપની ટ્રક સાથે જોરદાર અથડામણ થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, મંગળવારે મોડી રાત્રે લગભગ 12:30 વાગ્યે ગાઝિયાબાદ પોલીસ કમિશનરેટના નિવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં જ નિવાડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બોલેરો પિકઅપ તાજેતરમાં જ ખરીદવામાં આવી હતી અને તેમાં સવાર લોકો વાહનની પૂજા-દર્શન તેમજ ગંગા સ્નાન માટે હરિદ્વાર જઈ રહ્યા હતા. આ દરમિયાન પિકઅપ ટ્રક સાથે અથડાઈ હતી.

એસીપી ભાસ્કર વર્માએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ટ્રકને કબજે કરી તેના ચાલક અને કંડક્ટરને હિરાસતમાં લીધા છે. સમગ્ર મામલે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે 21 જુલાઈએ પણ ગ્રેટર નોઈડાના છપરૌલા નજીક સરિયાથી ભરેલો ટ્રક નાળામાં ખાબકતાં ચાલકનું મોત થયું હતું.