Get News Alerts

Never miss breaking news updates.

ફ્રાંસમાં મોટી વિમાન દુર્ઘટના, 11 લોકોના મોત

France Plane Crash: પૂર્વી ફ્રાન્સના શહેર ટોમ્બ્લેન નજીક એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. સ્કાઇડાઇવર્સને લઈ જતા એક વિમાનનો અકસ્માત થયો છે. નૈસી પાસે થયેલી આ દુર્ઘટનામાં 11 લોકોના મોત નીપજ્યા છે.
Admin
AdminUpdated on: 28 Jun 2026 07:00 PM IST
ફ્રાંસમાં મોટી વિમાન દુર્ઘટના, 11 લોકોના મોતફ્રાંસમાં મોટી વિમાન દુર્ઘટના, 11 લોકોના મોત

France Plane Crash: પૂર્વી ફ્રાન્સના શહેર ટોમ્બ્લેન નજીક એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. સ્કાઇડાઇવર્સને લઈ જતા એક વિમાનનો અકસ્માત થયો છે. નૈસી પાસે થયેલી આ દુર્ઘટનામાં 11 લોકોના મોત નીપજ્યા છે. 

અહેવાલ અનુસાર, દુર્ઘટનાસ્થળે તાત્કાલિક રાહત બચાવ કામગીરી ટુકડી પહોંચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી હતી. ફ્રાંસના દૈનિક એલ'એસ્ટ રિપબ્લિકના અહેવાલ પ્રમાણે, વિમાન દુર્ઘટના સમયે સ્કાઇડાઇવર્સને લઈ જઈ રહ્યું હતું.

એલ'એસ્ટ રિપબ્લિકના રિપોર્ટ પ્રમાણે, વિમાનમાં સવાર મોટાભાગના નર્સ હતા. જે પહેલીવાર સ્કાઇ ડાઇવિંગનો અનુભવ કરવા જઈ રહ્યા હતા. આ ઘટનાની જાણકારી મળતા જ ઓર્ડર ઓફ ઇન્ડિપેન્ડેન્ટ નર્સેઝની મ્યૂરથ-એ-મોસેલ શાખાના અધ્યક્ષ થિયરી પેશે ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

હાલ તો દુર્ઘટનાનું કોઈ કારણ સામે આવ્યું નથી. તપાસ એજન્સી તેનું કારણ શોધવામાં લાગી છે. વિમાનમાં ટેક્નિકલ પ્રોબ્લેમ, વાતાવરણ કે કોઈ અન્ય કારણોસર ક્રેશ થયું છે. આ દુર્ઘટના ફ્રાંસના હાલ સૌથી ગંભીર વિમાન દુર્ઘટનામાંથી એક ગણવામાં આવે છે.

મૃતકોમાં કોણ કોણ સામેલ છે?
રોયટર્સના રિપોર્ટ પ્રમાણે, સ્થાનિક પ્રશાસને જણાવ્યુ હતુ કે, દુર્ઘટનાગ્રસ્ત થનારું વિમાન પૈરાશૂટિંગ શીખવાડનારી એક સ્કૂલનું હતું. તંત્રએ જણાવ્યુ હતુ કે, આ દુર્ઘટનામાં પાયલોટ સહિત તમામ 10 યાત્રીઓ, પાંચ વિદ્યાર્થીઓ અને પાંચ ટીચર્સના મોત નીપજ્યા છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, ફ્રાંસના ગૃહમંત્રી ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના થઈ ગયા છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.