Get News Alerts

Never miss breaking news updates.

કચ્છના પાણીપુરીથી ફૂડ પોઈઝનિંગ: લોડાઈ ગામમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ

ભુજમાં આવેલુ લોડાઈ ગામમાં પાણીપુરી ખાવાના લીધે ફૂડપોઈઝનિંગ કેસોમા વધારો નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવ્યુ કે જે લોકો બિમાર પડ્યા છે તેમાંથી મોટા ભાગના લોકો પાણીપુરી ખાવાથી બીમાર થયા છે. જેને લઈને ભુજના લોડાઈ ગામમાં પાણીપુરી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા 6 સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. તેની તપાસ હાલ ચાલુ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 Apr 2026 12:09 PM IST
કચ્છના પાણીપુરીથી ફૂડ પોઈઝનિંગ: લોડાઈ ગામમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધકચ્છના પાણીપુરીથી ફૂડ પોઈઝનિંગ: લોડાઈ ગામમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ

AI Image

કચ્છ: કચ્છના લોડાઈ ગામમાં પાણીપુરી ખાવાથી ફૂડ પોઈઝનિંગના કેસોમાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગે તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે.

આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બીમાર પડેલા લોકોમાં મોટાભાગે પાણીપુરી ખાધી હતી. કુલ 2671 લોકોના સર્વે દરમિયાન 34 ફૂડ પોઈઝનિંગના કેસો સામે આવ્યા, જ્યારે ભુજની વિવિધ હોસ્પિટલોમાં મળીને આશરે 70 કેસ નોંધાયા છે.

વિભાગે પાણીપુરીના 6 સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલ્યા હતા, 

સ્થિતિને ધ્યાનમાં રાખીને લોડાઈ ગામમાં પાણીપુરીના વેચાણ પર અસ્થાયી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગ સતત દેખરેખ રાખી રહ્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.