Get News Alerts

Never miss breaking news updates.

અમરેલીમાં અન્નક્ષેત્રમાં વિવાદ બન્યો જીવલેણ, યુવકનું સારવાર દરમિયાન મોત

અમરેલીમાં સિવિલ હોસ્પિટલમાં ચાલતા અન્નક્ષેત્રમાં દલિત યુવક ભોજન થાળીમાં ભોજન વધતા જેવી સામાન્ય બાબત પર 7 લોકોએ તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થતા પરિવારે હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. જેથી પરિવારએ કહ્યુ કે દોષીત લોકો સામે ફરિયાદ નહી નોંધાય ત્યા સુધી લાશ સ્વીકારવામાં આવશે નહી
Rahul Desai
Rahul DesaiUpdated on: 23 Apr 2026 02:09 PM IST
અમરેલીમાં અન્નક્ષેત્રમાં વિવાદ બન્યો જીવલેણ, યુવકનું સારવાર દરમિયાન મોતઅમરેલીમાં અન્નક્ષેત્રમાં વિવાદ બન્યો જીવલેણ, યુવકનું સારવાર દરમિયાન મોત

ફાઈલ ફોટો

અમરેલી: અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ચાલતા અન્નક્ષેત્રમાં સામાન્ય બાબતે થયેલી મારપીટમાં એક દલિત યુવકનું મોત થયું છે. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. મૃતકના પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી અને હત્યાની કલમ ઉમેરવાની માંગ કરી છે.

મળતી માહિતી મુજબ, 17 એપ્રિલે મહેશ પ્રેમજી રાઠોડ અન્નક્ષેત્રમાં જમવા બેઠા હતા. આ દરમિયાન થાળીમાં ભોજન વધવા અંગે કેટલાક શખ્સોએ તેમને ટકોર કરી હતી. મુદ્દે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ 7 શખ્સોએ મહેશભાઈ પર પ્લાસ્ટિકની પાઇપ વડે હુમલો કર્યો હતો.

હુમલામાં મહેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ ખાતે વિરોધ નોંધાવ્યો હતો અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે કેસમાં 7 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
 

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.