Get News Alerts

Never miss breaking news updates.

લોકગાયિકા રાજલ બારોટ હવે રાજકારણમાં ભાજપે આપી ટિકિટ

આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજલ બારોટ પોતાના પરિવારજનોના આશીર્વાદ લઈ ઉમેદવારી નોંધાવવા માટે રવાના થયા હતા. એક જાણીતી ગાયિકા તરીકે ઓળખ ધરાવતી રાજલ બારોટના આ નવા પગલાંને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે અને ઉમેદવારો નિષ્ણાતો પાસે ફોર્મની ચકાસણી પણ કરાવી રહ્યા છે.
Admin
AdminUpdated on: 11 Apr 2026 02:28 PM IST
લોકગાયિકા રાજલ બારોટ હવે રાજકારણમાં  ભાજપે આપી ટિકિટલોકગાયિકા રાજલ બારોટ હવે રાજકારણમાં  ભાજપે આપી ટિકિટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો વધ્યો છે. આ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતની લોકપ્રિય લોકગાયિકા રાજલ બારોટ હવે રાજકારણના મેદાનમાં ઉતરી છે. ભાજપે ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7 માંથી તેમને ટિકિટ આપી છે.

આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજલ બારોટ પોતાના પરિવારજનોના આશીર્વાદ લઈ ઉમેદવારી નોંધાવવા માટે રવાના થયા હતા. એક જાણીતી ગાયિકા તરીકે ઓળખ ધરાવતી રાજલ બારોટના આ નવા પગલાંને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે અને ઉમેદવારો નિષ્ણાતો પાસે ફોર્મની ચકાસણી પણ કરાવી રહ્યા છે.

રાજલ બારોટ ગુજરાતના પ્રખ્યાત લોકગાયક મણિરાજ બારોટની પુત્રી છે. મણિરાજ બારોટે ગુજરાતના લોકસંગીત, ખાસ કરીને હેલો અને ગરબા ક્ષેત્રે વિશેષ સ્થાન મેળવ્યું હતું. પિતાની સંગીત પરંપરાને રાજલ બારોટે સફળતાપૂર્વક આગળ વધારી છે.

રાજલ બારોટે નાની ઉંમરથી ગાયકીની શરૂઆત કરી હતી અને વર્ષ 2006માં પ્રથમ ગીત ગાયું હતું. આજે તેઓ જાણીતી ગાયિકા તરીકે ઉભરી છે. તેમના ‘મોગલ મા’, ‘દશા મા’ જેવા લોકગીતો અને ગરબા આલ્બમ્સને યુટ્યુબ પર લાખો વ્યૂઝ મળ્યા છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન તેમના ગરબા ખૂબ જ લોકપ્રિય રહે છે.

ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં ભાજપે અનેક યુવા ચહેરાઓને તક આપી છે. વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પરથી અંકિતા રોનક પરમારને ટિકિટ આપવામાં આવી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.