Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગર સેક્ટર-3માં વન વિભાગની ઝાડીઓમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ

ગાંધીનગરના સેક્ટર - 3 વિસ્તારમાં અચાનક ઝાડીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળશે. જેના કારણે આસપાસના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. ફાયર વિભાગને જાણ કરતા તેઓ ઘટના સ્થળ પર આવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 24 Apr 2026 03:47 PM IST
ગાંધીનગર સેક્ટર-3માં વન વિભાગની ઝાડીઓમાં આગ લાગતા અફરા તફરીનો માહોલગાંધીનગર સેક્ટર-3માં વન વિભાગની ઝાડીઓમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ

ગાંધીનગરના સેક્ટર-3 વિસ્તારમાં વન વિભાગની ઝાડીઓમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. સુકાઈ ગયેલા પાંદડાઓમાં આગ ભભૂકી ઉઠતા આસપાસ ધુમાડાના ગોટા દેખાવા લાગ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના નજરે પડતા સ્થાનિક લોકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગ ઝડપથી ફેલાય તે પહેલાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાની નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી, પરંતુ સુકા પાંદડાઓને કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.