Get News Alerts

Never miss breaking news updates.

મહેસાણામાં પીઝા દુકાનમાં આગ, 8 લોકોનો સમયસર બચાવ

મહેસામાં આવેલી માર્ટીનોઝ પીઝાની દુકાનમાં આજે વહેલી સવારે અચાનક આગ લાગતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. અને દુકાનના અંદર રહેલા 8 લોકોને ફાયર વિભાગ દ્વારા સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા. પણ દુકાનની અંદર રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પણ કોઈપણ પ્રકારની જાનહાની હતી નહી.
Admin
AdminUpdated on: 19 Mar 2026 12:36 PM IST
મહેસાણામાં પીઝા દુકાનમાં  આગ, 8 લોકોનો સમયસર બચાવમહેસાણામાં પીઝા દુકાનમાં  આગ, 8 લોકોનો સમયસર બચાવ

મહેસાણા
મહેસાણામા આજે વહેલી સવારે અચાનક પીઝાની દુકાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. દુકાનના અંદર રહેલા 8 લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લીધો હતો. 

મહેસાણામાં આવેલી માર્ટીનોઝ પીઝામાં આજે સવારે જોરદાર આગ લાગી હતી.જોત જોતામાં આગ એટલી વિકરાટ બની ગઈ હતી. કે તેના ધુમાળા દૂર દૂર સુધી દેખાતા. ત્યાના સ્થાનિક લોકો ફાયર વિભાગને તાત્કાલિક ફોન જાણકારી આપતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પાણીનો માર્યો કર્યો હતો. દુકાનના અંદર રહેલા 8 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 
જ્યારે દુકાનમાં આગ લાગી ત્યારે દુકાનમાં રહેલા અંદર માલ સામાનને  ભારે નુકશાન થયુ હતુ. અને અંદર રહેલો માલ બળીને ખાખ થઈ ગયો હતો. પરંતુ કોઈપણ પ્રકારની જાનહાની થઈ હતી નહી. આગ કેમ લાગી તેની તપાસ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. 

AUTHOR
Admin

Admin

Author details are not available.