Get News Alerts

Never miss breaking news updates.

વન વિભાગે ચેતવણી આપી: વાનરોને ખાવાનું આપનારાઓ સામે થશે કડક કાર્યવાહી

અમદાવાદમાં હવે વાનરોને ખાવાનું આપશો તો થશે 3 વર્ષની જેલ થઈ શકે છે. વન વિભાગે આપી કડક ચેતવણી શહેરમાં વાનરોનો આંતક અને હુમલાની ઘટનાઓમાં વધારો થતા આવા પ્રકારની નિર્ણય લેવામાં આવ્યો છે. જો ભૂલથી પણ વાનરોને ખાવાનું આપવા ગયા હતો 3 વર્ષની જેલ થઈ શકે છે.
Admin
AdminUpdated on: 04 Apr 2026 02:02 PM IST
વન વિભાગે ચેતવણી આપી: વાનરોને ખાવાનું આપનારાઓ સામે  થશે કડક કાર્યવાહીવન વિભાગે ચેતવણી આપી: વાનરોને ખાવાનું આપનારાઓ સામે  થશે કડક કાર્યવાહી

AI Image

અમદાવાદમાં વાનરોને ખાવાનું આપવું થશે ગંભીર ગુનો, વન વિભાગે આપી કડક ચેતવણી અમદાવાદ: શહેરમાં વાનરોના આતંક અને હુમલાની ઘટનાઓ વધતાં, વન વિભાગે મોટો નિર્ણય લીધો છે. હવે અમદાવાદમાં વાનરોને ખાવાનું આપવું કાયદાના રૂપે દંડનીય માનવામાં આવશે.

વન્યજીવ અધિનિયમ 1972 (Schedule II) હેઠળ વાનર સંરક્ષિત પ્રાણી ગણાય છે, અને તેને ખાવાનું આપવું  હવેએ કાયદાનું ઉલ્લંઘન છે. વન વિભાગે જણાવ્યું છે કે વાનરોને ખાવાનું આપનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે, અને તેને ત્રણ વર્ષની જેલ પણ થઈ શકે છે.

વન વિભાગે લોકોને ચેતવણી આપી છે કે, ભલે તમે વાનરો પ્રત્યે જીવનદયાભાવ રાખતા હો, પણ ભુલથી પણ ખાવાનું આપવું જોખમી અને ગેરકાયદેસર છે. કાયદા હેઠળ વન્યજીવોની સુરક્ષા માટે સખત નિયમો લાગુ છે, અને તેનો ઉલ્લંઘન કરનારાઓ માટે કાનૂની કાર્યવાહી થશે.

આ પગલાં શહેરમાં વાનરોને નિયમિત રીતે ખાવાનું આપવાના પ્રથા પર કડક નિયંત્રણ લાવવા માટે લેવામાં આવ્યું છે, જેથી જાહેર સુરક્ષા અને વન્યજીવોની રક્ષા બંને સુનિશ્ચિત થઈ શકે.

AUTHOR
Admin

Admin

Author details are not available.