Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં ચૂંટણી પૂર્વે EVMની ચકાસણી તેજ, 3 વોર્ડના 210 મશીનોનું પરીક્ષણ

સ્થાનિક ચૂંટણી હવે મતદાન થોડા જ દિવસો બાકી રહ્યા છે. જેના કારણે આજે રાજકોટમાં ચૂંટણી પૂર્વે આવીએમની ચકાસણી કરવામાં આવી રહી છે. શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના કોમ્યુનિટી હોલ ખાતે વોર્ડ નંબર 16-17-18 માટે કુલ 210 ઈવીએમનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે નહી તેની ચકાસણી 30 કર્મચારી કરી રહ્યા છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 21 Apr 2026 01:20 PM IST
રાજકોટમાં ચૂંટણી પૂર્વે EVMની ચકાસણી તેજ, 3 વોર્ડના 210 મશીનોનું પરીક્ષણરાજકોટમાં ચૂંટણી પૂર્વે EVMની ચકાસણી તેજ, 3 વોર્ડના 210 મશીનોનું પરીક્ષણ

રાજકોટ: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને હવે માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજકોટમાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. કોર્પોરેશન ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રોનિક મતદાન મશીનો (EVM)ની સુવ્યવસ્થિત ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.

શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના કોમ્યુનિટી હોલ ખાતે વોર્ડ નંબર 16, 17 અને 18 માટે કુલ 210 EVMનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મશીનની બેટરી, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહીં તેની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.

આ અંગે રાજકોટ પશ્ચિમના મામલતદાર નિતેશ પંડ્યાએ જણાવ્યું હતું કે આનંદનગર સ્થિત રણછોડદાસ કોમ્યુનિટી હોલમાં EVM ચેકિંગની પ્રક્રિયા ચાલી રહી છે. ચકાસણી પૂર્ણ થયા બાદ તમામ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે. અહીં ત્રણ ઝોન માટે કુલ 210 EVMનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં આશરે 30 કર્મચારીઓ કામગીરીમાં જોડાયેલા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મશીનોની બેટરી, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તેની કડક તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી એક પણ EVMમાં કોઈ ખામી જોવા મળી નથી.

સાથે જ, ચૂંટણી લડતા ઉમેદવારોના સ્ટિકર મશીન પર યોગ્ય રીતે ચોંટાડવામાં આવ્યા છે કે નહીં તેની પણ ખાતરી કરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.