Get News Alerts

Never miss breaking news updates.

વટ માટે જમીન વેચી લગ્ન ન કરો: અલ્પેશ ઠાકોરની ટકોર

ગુજરાતમાં વધતા દેખાડાભર્યા લગ્નપ્રસંગોને લઈને નેતા અલ્પેશજી ઠાકોર એ મધ્યમ વર્ગને ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “દેખાડાની લ્હાયમાં મધ્યમ વર્ગ પાયમાલ થઈ રહ્યો છે.”
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 Apr 2026 03:25 PM IST
વટ માટે જમીન વેચી લગ્ન ન કરો: અલ્પેશ ઠાકોરની ટકોરવટ માટે જમીન વેચી લગ્ન ન કરો: અલ્પેશ ઠાકોરની ટકોર

ફાઈલ ફોટો

ગુજરાતમાં વધતા દેખાડાભર્યા લગ્નપ્રસંગોને લઈને નેતા અલ્પેશજી ઠાકોર એ મધ્યમ વર્ગને ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “દેખાડાની લ્હાયમાં મધ્યમ વર્ગ પાયમાલ થઈ રહ્યો છે.”

અલ્પેશજી ઠાકોરે લોકોને અપીલ કરતા જણાવ્યું કે, “વટ પાડવા માટે જમીન વેચીને કે દેવું કરીને લગ્ન કરવું યોગ્ય નથી. આવા ખર્ચનો બોજ અંતે પરિવારને જ ભોગવવો પડે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “દેવું કરીને લગ્ન કરનારા પિતાને સંતાનો પણ ક્યારેય માફ નહીં કરે.”

તેમણે સમાજમાં ફેલાતી ચમક-ધમક અને આડંબરની પ્રથાઓ પર કટાક્ષ કરતાં કહ્યું કે, “સમૃદ્ધ લોકોને તમારો દેખાડો જોવામાં કોઈ રસ નથી, પરંતુ મધ્યમ વર્ગ માત્ર દેખાડા માટે પોતાનું આર્થિક સંતુલન બગાડી રહ્યો છે.”

અલ્પેશજી ઠાકોરે ખાસ કરીને માતા-પિતાને સંદેશ આપ્યો કે, ખોટા ખર્ચાને છોડીને સંતાનોના શિક્ષણ અને ભવિષ્ય પર ધ્યાન આપવું જોઈએ. “ચમક-ધમક પાછળ દોડવાથી મધ્યમ વર્ગ ધીમે ધીમે ગરીબી તરફ ધકેલાઈ રહ્યો છે,” તેમ તેમણે ચેતવણી આપી.

અંતમાં તેમણે સમાજને સાદગીપૂર્ણ લગ્ન કરવાની અપીલ કરતા કહ્યું કે, સરળ અને સંસ્કારી લગ્નોથી જ સાચી સમૃદ્ધિ અને સુખી જીવનનો માર્ગ તૈયાર થાય છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.