ટ્રમ્પની ‘Hello Greenland’ પોસ્ટથી ધમાલ! US દૂતાવાસ પર ગ્રીનલેન્ડવાસીઓનું પ્રદર્શન



ટ્રમ્પની ‘Hello Greenland’ પોસ્ટથી ધમાલ! US દૂતાવાસ પર ગ્રીનલેન્ડવાસીઓનું પ્રદર્શન



Donald Trump Greenland Post: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટે ગ્રીનલેન્ડમાં નવો વિવાદ ઊભો કર્યો છે. ટ્રમ્પે ગ્રીનલેન્ડની રાજધાની નૂકની એક તસવીર શેર કરીને લખ્યુ છે કે, ‘Hello! Greenland’ ત્યારે અમેરિકાની વધતી દખલગીરીને કારણે લોકોનો ગુસ્સો વધ્યો હતો. ગ્રીનલેન્ડની રાજધાની નૂકમાં હાલ અમેરિકાના નવા દૂતાવાસને લઈને પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને અમેરિકા વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ પોસ્ટર પ્રદર્શન કર્યું હતું. જેમાં લખ્યુ હતુ કે, ‘અમારે તમારા રૂપિયા જોઈતા નથી’ અને ‘Go Away’ એટલે અહીંથી ચાલ્યા જાઓ.
ગ્રીનલેન્ડના લોકોનું કહેવું છે કે, અમેરિકા ત્યાં જરૂરિયાત કરતાં વધારે દખલગીરી કરી રહ્યું છે. કેટલાક લોકોને ડર છે કે, અમેરિકા આર્કટિક ક્ષેત્રમાં પ્રભાવ પાડવા માટે ગ્રીનલેન્ડનો ઉપયોગ કરવા ઇચ્છે છે. અમેરિકાના વિશેષ દૂત જેફ લેન્ડ્રીએ ગ્રીનલેન્ડમાં નેતાઓ અને કારોબારીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યુ કે, અમેરિકા અને ગ્રીનલેન્ડ સુરક્ષા, ઊર્જા અને આર્થિક વિકાસ પર સાથે કામ કરવા ઇચ્છે છે. જેફ લેન્ડ્રીએ દાવો કર્યો હતો કે, ગ્રીનલેન્ડ ભવિષ્યમાં મોટું તેલ ઉત્પાદન કેન્દ્ર બની શકે છે.
તેમના જણાવ્યા પ્રમાણે, અહીં દરરોજ 20 લાખ બેરલ તેલ કાઢી શકાય તેમ છે. તેમનું કહેવું છે કે, જો એવું થયું તો દુનિયાના ઊર્જા સપ્લાય પર દબાણ ઓછું થશે અને હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા પણ ઓછી થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાં પણ ગ્રીનલેન્ડને રણનૈતિક રીતે મહત્વપૂર્ણ ગણાવ્યુ છે. તેમનું માનવું છે કે, આર્કટિક ક્ષેત્રમાં અમેરિકાની મજબૂત હાજરી ભવિષ્યની સુરક્ષા અને ઊર્જા જરૂરતો માટે જરૂરી છે. જો કે, ગ્રીનલેન્ડમાં વધતો વિરોધ સ્પષ્ટ છે કે, કેટલાક લોકો અમેરિકાની સક્રિયતાને ત્યાંના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ માની રહ્યા છે.




