ઠાસરામાં કૂતરાનો આતંક, ત્રણ દિવસમાં 20થી વધુ લોકોને કાટ્યા, શહેરમાં ભયનો માહોલ



ઠાસરામાં કૂતરાનો આતંક, ત્રણ દિવસમાં 20થી વધુ લોકોને કાટ્યા, શહેરમાં ભયનો માહોલ



ઠાસરા: ઠાસરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કૂતરાનો આતંક વધતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન એક જ આક્રમક કૂતરાએ 20થી વધુ લોકોને કાટ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં મહિલા, પુરુષ તેમજ નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.
માહિતી મુજબ, કૂતરાએ શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક લોકો પર હુમલો કરતા અનેક લોકોને ઈજાઓ પહોંચી છે. ખાસ કરીને એક જ દિવસમાં 12થી વધુ લોકોને બચકા ભર્નીયાની ઘટના સામે આવતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. રસ્તા પર નીકળતા લોકો હવે ડર અનુભવી રહ્યા છે.
આ બનાવમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક ઠાસરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે 14થી વધુ લોકોને ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, કૂતરો અચાનક હુમલો કરે છે અને પસાર થતા લોકોને નિશાન બનાવે છે. ઘટનાને લઈને નગરજનોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને પાલિકા તંત્ર સામે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે.
આ ઘટનાની જાણ થતાં તંત્ર સક્રિય બન્યું છે અને કૂતરાને પકડવા માટે ટીમોને મોકલવામાં આવી છે. સાથે જ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ઠાસરા શહેરમાં કૂતરાના આતંકને કારણે લોકોમાં ભય અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે, અને તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.




