Get News Alerts

Never miss breaking news updates.

ડિજિટલ અરેસ્ટ મામલે આખરે કેન્દ્ર સરકાર એક્શનમાં!

અજાણ્યા નંબરથી આવતા ધમકીભર્યા કોલથી ડરવાની જરૂર નથી. ફોન કાપીને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. ભારત સરકારે વોટ્સએપને આપ્યો મોટો આદેશ!.
Admin
AdminUpdated on: 21 Mar 2026 12:40 PM IST
ડિજિટલ અરેસ્ટ મામલે આખરે કેન્દ્ર સરકાર એક્શનમાં!ડિજિટલ અરેસ્ટ મામલે આખરે કેન્દ્ર સરકાર એક્શનમાં!

ડિજિટલ અરેસ્ટ મામલે આખરે કેન્દ્ર સરકાર એક્શનમાં!

ભારત સરકારે વોટ્સએપને આપ્યો મોટો આદેશ

છેલ્લા કેટલાક સમયથી 'ડિજિટલ અરેસ્ટ'ના નામે નિર્દોષ લોકોને લૂંટવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આ સ્કેમમાં સ્કેમર્સ વૉટ્સએપનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યા છે. આ જોખમને જોતા ભારત સરકારે હવે આક્રમક વલણ અપનાવ્યું છે અને વૉટ્સએપને સીધો આદેશ આપ્યો છે કે સ્કેમમાં વપરાતા ડિવાઇસને તાત્કાલિક બ્લોક કરવામાં આવે.

હવે માત્ર એકાઉન્ટ નહીં, આખું ડિવાઇસ બ્લોક થશે. ગૃહ મંત્રાલય હેઠળની સાયબર વિંગ 'ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર (I4C)' ના રિપોર્ટ બાદ આ નિર્ણય લેવાયો છે. સ્કેમર્સ વારંવાર નવા નંબરથી એકાઉન્ટ બનાવી લેતા હોય છે, તેથી હવે તેમના ફોનની ઓળખ એટલે કે Device ID પર જ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી લીધી છે.

હવે વૉટ્સએપ પર સ્કાઈપ જેવા સુરક્ષા ફીચર્સ લાગુ કરવા પર વિચારણા ચાલી રહી છે. IT રૂલ્સ 2021 હેઠળ ડિલીટ કરેલા એકાઉન્ટનો ડેટા 180 દિવસ સુધી સુરક્ષિત રાખવા પર ભાર મૂકાશે, જેથી તપાસ એજન્સીઓને પુરાવા મળી રહે. ખતરનાક APK ફાઈલો અને નકલી એપ્સને ઓળખીને તેને બ્લોક કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

જેમ દરેક ભારતીય પાસે 'આધાર કાર્ડ' હોય છે, તેમ દરેક ઇલેક્ટ્રોનિક ગેજેટની પોતાની એક અલગ ઓળખ હોય છે જેને Device ID કહેવાય છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. IMEI નંબર મોબાઈલ નેટવર્ક પર ફોનની ઓળખ માટે હોય છે. MAC એડ્રેસ Wi-Fi અથવા નેટવર્ક કનેક્ટિવિટી માટે હોય છે. સીરીયલ નંબર એટલે કંપની દ્વારા આપવામાં આવેલો યુનિક નંબર અપાય છે. એડવર્ટાઈઝિંગ ID એપ્સ અને જાહેરાતો માટે વપરાતો નંબર હોય છે. 

આ સ્કેમમાં ગુનેગારો પોલીસ, CBI અથવા કસ્ટમ્સ અધિકારી બનીને વૉટ્સએપ વીડિયો કોલ કરે છે. તેઓ પીડિતને ડરાવે છે કે તેમના નામે કોઈ ગેરકાયદેસર પાર્સલ આવ્યું છે અથવા ડ્રગ્સ કેસમાં તેમનું નામ છે. ત્યારબાદ ધરપકડની ધમકી આપીને તેમને 'ડિજિટલી તપાસ'માં સહયોગ કરવા કહેવાય છે. પીડિતને કલાકો સુધી કેમેરા સામે બેસી રહેવા મજબૂર કરવામાં આવે છે. જેને ડિજિટલ અરેસ્ટ કહેવાય છે. આ ડરનો ફાયદો ઉઠાવીને તપાસના નામે લાખો રૂપિયા પડાવવામાં આવે છે.

ઓનલાઈન ધરપકડ જેવું કંઈ હોતું નથી, ભારતનો કાયદો કોઈ પણ વ્યક્તિને વીડિયો કોલ પર ધરપકડ કે કેદ કરવાની મંજૂરી આપતો નથી.

અજાણ્યા નંબરથી આવતા ધમકીભર્યા કોલથી ડરવાની જરૂર નથી. ફોન કાપીને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો.

બેંક વિગતો ક્યારેય શેર ન કરો અને કોઈ પણ સરકારી એજન્સી વીડિયો કોલ પર તમારા બેંક એકાઉન્ટની વિગતો કે OTP માંગતી નથી.

વીડિયો કોલ પર પુરાવા ન આપો તો વીડિયો કોલ પર ગવાહી આપવાની કોઈ જોગવાઈ નથી.

જો તમારી સાથે આવું કંઈ થાય, તો તાત્કાલિક 'સંચાર સાથી' પોર્ટલ પર જઈને અથવા હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવો. તમારી જાગૃતિ જ તમારું સૌથી મોટું હથિયાર છે. સરકાર ડિવાઇસ લેવલ પર એક્શન લઈ રહી છે, પરંતુ તમારે અજાણ્યા કોલ્સ અને લિંક્સથી સાવધ રહેવું અનિવાર્ય છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.