અમરેલીની શેત્રુંજી નદીમાં કરોડો માછલીઓના મોત, પ્રદૂષિત પાણીની શંકા



અમરેલીની શેત્રુંજી નદીમાં કરોડો માછલીઓના મોત, પ્રદૂષિત પાણીની શંકા



અમરેલી અમરેલીની શેત્રુંજી નદીમાં કરોડો માછલીઓના મોતના મામલે હવે તપાસની માંગ ઉઠી છે. સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે.
આવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વડી ડેમમાંથી છોડાયેલા પાણી બાદ શેત્રુંજી નદીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. પાણીમાં કોઈ ઝેરી પદાર્થ અથવા કેમિકલ્સ ભળ્યા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ફતેપુર, ચાંપાથળ, દેવભૂમિ દેવળ તેમજ નાના-મોટા ગોખરવાળા સહિતના વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લઈ વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
પ્રદૂષિત પાણીના કારણે પ્રકૃતિ અને વન્યજીવોને ગંભીર ખતરો ઉભો થયો હોવાનું જણાવતાં પર્યાવરણને નુકસાન પહોંચાડનાર તત્વો સામે કડક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે.




