Get News Alerts

Never miss breaking news updates.

લગ્નના બે મહિનામાં જ વહુનો આપઘાત: સુભાષનગરમાં ચકચાર, પોલીસ તપાસ શરૂ

સુરતમાં સ્થાનિક વેપારીના પરિવારના લગ્નના માત્ર બે મહિનામાં જ પુત્રવધુએ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થલ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા લોકોનું પણ નિવેદન પણ લેવામાં આવી રહ્યું છે. મૃતદેહ પીએમ ખાતે મોકલવામાં આવ્યુ છે. પોલીસ તમામ પાસા ધ્યાનમાં રાખીને કારવાહી કરી રહી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 22 Apr 2026 03:32 PM IST
લગ્નના બે મહિનામાં જ વહુનો આપઘાત: સુભાષનગરમાં ચકચાર, પોલીસ તપાસ શરૂલગ્નના બે મહિનામાં જ વહુનો આપઘાત: સુભાષનગરમાં ચકચાર, પોલીસ તપાસ શરૂ

સુરત: શહેરના સુભાષનગર વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સ્થાનિક વેપારીના પરિવારમાં લગ્નના માત્ર બે મહિનામાં જ પુત્રવધૂએ આપઘાત કરતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

માહિતી મુજબ બંગલો નંબર 65માં રહેતી ખ્યાતિ અભિષેક કેજરીવાલે પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવનનો અંત લાવ્યો હતો. ઘટના બંગલાના ત્રીજા માળે આવેલા બેડરૂમમાં બની હતી, જ્યાંથી ખ્યાતિનો મૃતદેહ મળતાં પરિવારજનોમાં હાહાકાર મચી ગયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ લગ્નને હજુ બે મહિના જ થયા હોવાથી આ ઘટનાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. ઘટના અંગે જાણ થતાં ઉમરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબ્જે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.

પોલીસે અકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પરિવારજનો અને નજીકના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે, તેમજ આપઘાત પાછળના કારણો અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે અને યુવાન વયે થયેલા આ દુખદ બનાવે અનેક સવાલો ઉભા કર્યા છે. પોલીસે કહ્યું છે કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવશે અને હકીકત બહાર લાવવામાં આવશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.