Get News Alerts

Never miss breaking news updates.

સાયબર ક્રાઇમે વડોદરા-પાલનપુર-ગોવામાં એકસાથે રેડ, સાયબર ગેંગના 16 લોકોની ધરપકડ કરી

રાજ્યની સાયબર ક્રાઈમને એક મોટી સફળતા મળી છે. ડિજિટલ એરેસ્ટ અને ગેમિગ ફ્રોડ કરતી ગેંગની ક્રાઈમ બ્રાન્ચે 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વડોદરા, પાલનપુર અને ગોવામાં અલગ અલગ સ્થળ પર જઈને દરોડો પાડવામાં આવ્યો છે. તેમની પાસેથી 27 મોબાઈલ, 15 લેપટોપ, 87 આઈફોન અન્ય વસ્તુઓ મુદ્દામાલ જપ્ત કરવામાં આવી હતી. પોલીસ તેમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Admin
AdminUpdated on: 13 Apr 2026 03:49 PM IST
સાયબર ક્રાઇમે વડોદરા-પાલનપુર-ગોવામાં એકસાથે રેડ, સાયબર ગેંગના 16 લોકોની ધરપકડ કરીસાયબર ક્રાઇમે વડોદરા-પાલનપુર-ગોવામાં એકસાથે રેડ, સાયબર ગેંગના 16 લોકોની ધરપકડ કરી

ગાંધીનગર: રાજ્યમાં સાયબર ક્રાઇમ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિવેક ભેડાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ડિજિટલ અરેસ્ટ અને ગેમિંગ ફ્રોડ દ્વારા છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.

પોલીસે કુલ 16 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં વડોદરા, પાલનપુર અને ગોવામાં અલગ-અલગ સ્થળોએ ત્રણ ટીમ બનાવી દરોડા પાડવામાં આવ્યા હતા. વડોદરામાંથી મહેશ જોશી, જીગર સોલંકી અને પ્રકાશ જોશીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પાલનપુરથી મેહુલ સોલંકી અને મિત રતીભાઈ શ્રીમળી ઝડપાયા હતા.

તપાસ દરમિયાન સામે આવ્યું કે આ ગેંગ દ્વારા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરીને દેશભરમાં અંદાજે 375 જેટલા સાયબર ફ્રોડ કરવામાં આવ્યા હતા. ગોવામાં કરાયેલા દરોડામાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં જીતુભાઈ ઠક્કરની પણ અટકાયત કરવામાં આવી છે.

પોલીસે આરોપીઓ પાસેથી 27 મોબાઈલ, 15 લેપટોપ, 87 આઈફોન, 2 પેનડ્રાઈવ, 115 ડેબિટ કાર્ડ, 82 પાસબુક, 15 ચેકબુક અને 2 રૂટર સહિતનો મોટો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ મ્યુલ એકાઉન્ટ એકત્ર કરી તેને આગળ ટ્રાન્સફર કરતા અને ક્રિપ્ટો કરન્સી મારફતે નાણાંની હેરાફેરી કરતા હોવાનું પણ ખુલ્યું છે.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હાલ આ કેસમાં કોઈ આંતરરાષ્ટ્રીય સંડોવણી સામે આવી નથી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.