Get News Alerts

Never miss breaking news updates.

કોર્પોરેટ ક્ષેત્રમાં વર્ક ફ્રોમ હોમ પર વિચારણા: બાવળિયાનું નિવેદન

શ્રમ અને રોજગાર મંત્રી કુવરજી બાવળિયાએ જણાવ્યું કે ESIC રીજનલ બોર્ડની 93મી બેઠક યોજાઈ હતી, જેમાં લેબર વેલફેર અને સોશિયલ સિક્યુરિટી સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 13 May 2026 03:55 PM IST
કોર્પોરેટ ક્ષેત્રમાં વર્ક ફ્રોમ હોમ પર વિચારણા: બાવળિયાનું નિવેદનકોર્પોરેટ ક્ષેત્રમાં વર્ક ફ્રોમ હોમ પર વિચારણા: બાવળિયાનું નિવેદન

ગાંધીનગર: શ્રમ અને રોજગાર મંત્રી કુવરજી બાવળિયાએ જણાવ્યું કે ESIC રીજનલ બોર્ડની 93મી બેઠક યોજાઈ હતી, જેમાં લેબર વેલફેર અને સોશિયલ સિક્યુરિટી સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

તેમણે કહ્યું કે કોઈપણ વિસ્તારનો વિકાસ ઉદ્યોગ અને બિઝનેસના વિકાસ પર આધારિત હોય છે અને સરકાર દ્વારા શ્રમિકોના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે.

મંત્રી મુજબ, લેબર વેલફેર, સોશિયલ સિક્યુરિટી અને ફૂડ સિક્યુરિટી માટે અનેક યોજનાઓ અમલમાં છે. નવું લેબર કોડ લાગુ કરવામાં આવ્યું છે અને શ્રમિકોને ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટર કરીને વિવિધ લાભો આપવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે 7 મે સુધી મફત વાર્ષિક હેલ્થ ચેકઅપ કાર્યક્રમ ચાલુ છે.

‘વર્ક ફ્રોમ હોમ’ અંગે તેમણે કહ્યું કે કોર્પોરેટ ક્ષેત્રમાં શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન કામકાજને પ્રોત્સાહન આપવામાં આવશે. આ અંગે એસોસિયેશનો સાથે બેઠક બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

પેટ્રોલ અને ડીઝલ બચાવવા સરકાર સતત પ્રયાસ કરી રહી છે અને તમામ નિર્ણયો પ્રોટોકોલ અને નિયમોનું પાલન કરીને જ લેવામાં આવશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.