Get News Alerts

Never miss breaking news updates.

ભુજ તાલુકા પંચાયત ખાતે ઘર્ષણ: ઉમેદવાર ફોર્મ પરત ખેંચતાં હોબાળો, પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી

ભુજ તાલુકા પંચાયત ખાતે આજે રાજકીય તણાવ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. સુખપર-2 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેન ભુડિયાએ પોતાનું નામ પરત ખેંચતા હોબાળો મચ્યો હતો. જેને લઈને કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. જેના કારણે તાલુકા પંચાયત ઓફિસમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેના કારણે કોગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યુ હતુ. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયા હતા.
Rahul Desai
Rahul DesaiUpdated on: 15 Apr 2026 04:27 PM IST
ભુજ તાલુકા પંચાયત ખાતે ઘર્ષણ: ઉમેદવાર ફોર્મ પરત ખેંચતાં હોબાળો, પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહીભુજ તાલુકા પંચાયત ખાતે ઘર્ષણ: ઉમેદવાર ફોર્મ પરત ખેંચતાં હોબાળો, પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી

ભુજ : ભુજ તાલુકા પંચાયત ખાતે આજે રાજકીય તણાવ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. સુખપર-2 બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પુષ્પાબેન ભુડિયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા હોબાળો મચ્યો હતો.

મળતી માહિતી મુજબ, ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન તાલુકા પંચાયતના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેને કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.

ઘટનાસ્થળે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કેટલાક કાર્યકરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી છે અને કોંગ્રેસના ઉમેદવાર પર દબાણ કરીને ફોર્મ પરત ખેંચાવવામાં આવ્યું છે. જોકે, પોલીસ દ્વારા આક્ષેપોને નકારી કાઢવામાં આવ્યા છે.

આ બનાવને કારણે તાલુકા પંચાયત વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને રાજકીય વાતાવરણ ગરમાયું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી અને સુરક્ષા વધારી દેવામાં આવી છે.

હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.