Get News Alerts

Never miss breaking news updates.

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીનો મતદારોને સંદેશ આપ્યો

મતદારોનો એક મત તેમના શહેર, જિલ્લા, તાલુકા અને ગામના વિકાસને ગતિ આપનાર બની શકે છે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે દરેક મત મહત્વપૂર્ણ હોવાથી તમામ મતદારોને ફરજિયાત મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 25 Apr 2026 01:27 PM IST
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીનો મતદારોને સંદેશ આપ્યોસ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીનો મતદારોને સંદેશ આપ્યો

અમદાવાદ ગુજરાતમાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મતદારોને જાગૃત કરવા અપીલ કરવામાં આવી છે. લોકતંત્રના આ પવિત્ર ઉત્સવમાં દરેક નાગરિક પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વિશેષ આહ્વાન કરવામાં આવ્યું છે.

અપીલમાં જણાવાયું છે કે મતદારોનો એક મત તેમના શહેર, જિલ્લા, તાલુકા અને ગામના વિકાસને ગતિ આપનાર બની શકે છે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે દરેક મત મહત્વપૂર્ણ હોવાથી તમામ મતદારોને ફરજિયાત મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ સાથે પરિવાર, મિત્રો અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી છે, જેથી 100 ટકા મતદાનનો સંકલ્પ સાકાર થઈ શકે અને લોકશાહી વધુ મજબૂત બને.

પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને શુભેચ્છા પાઠવી તેમને પોતાના મતાધિકારનો ગૌરવપૂર્વક ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

અંતમાં, સૌને સાથે લઈને જનભાગીદારી દ્વારા વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ મહાપર્વમાં સક્રિય ભાગ લેવા અને 100 ટકા મતદાન કરીને લોકશાહીને સફળ બનાવવાની અપીલ કરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.