Get News Alerts

Never miss breaking news updates.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરજીને આર્પી શ્રદ્ધાંજલિ

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી દ્વારા વિધાનસભામાં બાબા સાહેબ આંબ ેડકરજીની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાજંલિ અર્પણ કરવામાં આવી હતી. આ વિવિધ આગેવાનો અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વિધાનસભામાં પોડિયમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં તેમની તસ્વીર સમક્ષ દીપ પ્રગટાવી અને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતીય
Admin
AdminUpdated on: 14 Apr 2026 02:40 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરજીને આર્પી શ્રદ્ધાંજલિમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરજીને આર્પી શ્રદ્ધાંજલિ

ગાંધીનગર: બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાપૂર્વક ભાવવંદના વ્યક્ત કરવામાં આવી હતી. આ અવસરે વિવિધ આગેવાનો, અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપી ડૉ. આંબેડકરના જીવન અને કાર્યને યાદ કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ડૉ. આંબેડકરના સમાનતા, ન્યાય અને બંધારણીય મૂલ્યોના વિચારોને જીવનમાં ઉતારવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે ડૉ. આંબેડકરએ સમાજના પછાત અને વંચિત વર્ગોના હિત માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો અને દેશને મજબૂત લોકશાહી બંધારણ આપ્યું હતું.

વિધાનસભા પોડિયમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં તેમની તસ્વીર સમક્ષ દીપ પ્રગટાવી અને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથે સાથે તેમની વિચારધારા અને યોગદાનને ઉજાગર કરતા પ્રવચનો પણ યોજાયા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ડૉ. આંબેડકરના દર્શાવેલા માર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞા લીધી હતી અને સમાજમાં સમાનતા તથા સૌહાર્દ જળવાઈ રહે તે માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

AUTHOR
Admin

Admin

Author details are not available.