રાજકોટમાં હજુ ઉમેદવારો જાહેર થયા નથી પણ આવતી કાલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરાશે



રાજકોટમાં હજુ ઉમેદવારો જાહેર થયા નથી પણ આવતી કાલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરાશે



રાજકોટ રાજકોટ શહેરમાં રાજકીય હલચલ તેજ બની છે. શહેર ભાજપના આગેવાનો બહુમાળી ચોક ખાતે પહોંચી સભા અને આવનારી ચૂંટણીને લઈને તૈયારીઓનો પ્રારંભ કર્યો છે. આવતીકાલે વિજય મુહૂર્તમાં શહેર ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પગલે સંગઠનના હોદ્દેદારો સક્રિય બન્યા છે.
ભાજપના સ્થાનિક નેતાઓએ બહુમાળી ચોક ખાતે પહોંચી સ્થળ નિરીક્ષણ કર્યું અને સભા માટે જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી. ખાસ વાત એ છે કે હજી સુધી ઉમેદવારોની ટિકિટ ફાઇનલ થઈ નથી, તેમ છતાં શહેર ભાજપ દ્વારા સભા અને આયોજનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જોર પકડી રહી છે.
આ પ્રસંગે શહેર ભાજપના અગ્રણી વિરેન્દ્રસિંહ ઝાલા,વલ્લભભાઈ દુધાત્રા અને રાજુભાઈ ધ્રુવ સહિતના અગ્રણીઓ બહુમાળી ચોક ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ કાર્યકરો સાથે બેઠક યોજી અને આવતીકાલની પ્રક્રિયાને સુચારૂ રીતે પાર પાડવા માટે માર્ગદર્શન આપ્યું.
આગામી દિવસોમાં ઉમેદવારોના નામોની જાહેરાત થવાની સંભાવના છે, ત્યારે ભાજપ દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓથી સ્પષ્ટ થાય છે કે પાર્ટી ચૂંટણી માટે સંપૂર્ણ રીતે સજ્જ થઈ રહી છે. શહેરમાં રાજકીય ગતિવિધિઓ વધતા મતદારોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.




