Get News Alerts

Never miss breaking news updates.

થરાદમાં CM ભૂપેન્દ્ર પટેલનો મહિલા સાથે સંવાદ, વિપક્ષ પર કર્યા તીખા પ્રહાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે થરાદમાં સભા યોજી હતી. જેમાં તેમને મહિલા જાગૃતિ અને દૂધ દિન કાર્યક્રમના હાજરી આપી મહિલાઓ સાથે સંવાદ કર્યા હતા. જેના લઈને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અને મુખ્યમંત્રીએ વિપક્ષ સામે પ્રહાર કર્યો હતો. વિપક્ષો માત્ર ખાલી ચૂંટણી વખતે જ દેખાય છે. પણ જ્યારે ભાજપ હમેશા લોકો સાથે રહે છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 Apr 2026 12:39 PM IST
થરાદમાં CM ભૂપેન્દ્ર પટેલનો મહિલા સાથે સંવાદ, વિપક્ષ પર કર્યા તીખા પ્રહારથરાદમાં CM ભૂપેન્દ્ર પટેલનો મહિલા સાથે સંવાદ, વિપક્ષ પર કર્યા તીખા પ્રહાર

થરાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ થરાદ ખાતે મહિલા જાગૃતિ અને ‘દૂધ દિન’ કાર્યક્રમમાં હાજરી આપી મહિલાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં 33 ટકા અનામત મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “વિપક્ષ માત્ર ચૂંટણી વખતે જ જનતા વચ્ચે દેખાય છે, જ્યારે ભાજપ હંમેશા લોકો સાથે રહે છે.” તેમણે મહિલાશક્તિની વાત કરતા ઉમેર્યું કે, “બહેનો સામે કોઈ પડે તો તેનો ખાતમો થઈ જાય છે.”

રાજ્યના વિકાસ મુદ્દાઓ પર વાત કરતા મુખ્યમંત્રીએ નહેરમાં ક્ષારની સમસ્યાને લઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે એવી ખાતરી આપી હતી. સાથે જ જિલ્લામાં તમામ તળાવો ભરવાની યોજનાની જાહેરાત પણ કરી હતી.

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ ભાજપના વિજય માટે કાર્યકરોને સજ્જ રહેવા અપીલ કરી હતી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.