Get News Alerts

Never miss breaking news updates.

CM ભૂપેન્દ્ર પટેલ વસ્ત્રાપુરમાં કર્યા ભગવાન રામના દર્શન, ભવ્ય મહોત્સવમાં જોડાયા

અમદાવાદમાં શહેરમાં ભવ્ય રીતે રામનવમી મહોત્સવ ઉજવામાં આવ્યો હતો. તેવામાં વસ્ત્રાપુર ખાતે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે રામનવમીમાં સહભાગી થયા હતાને તેમને રામ ભગવાનના દર્શન કર્યા હતા. આ મહોત્સવ દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભક્તિમય મહાલો ગુંજી ઉઠ્યો હતો.
Admin
AdminUpdated on: 27 Mar 2026 12:28 PM IST
CM  ભૂપેન્દ્ર પટેલ  વસ્ત્રાપુરમાં કર્યા ભગવાન રામના દર્શન, ભવ્ય મહોત્સવમાં જોડાયાCM  ભૂપેન્દ્ર પટેલ  વસ્ત્રાપુરમાં કર્યા ભગવાન રામના દર્શન, ભવ્ય મહોત્સવમાં જોડાયા

અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર ખાતે ભવ્ય રીતે આયોજિત શ્રી રામ નવમી મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રી રામના ભક્તિભાવપૂર્વક દર્શન-અર્ચન કરીને ધાર્મિક આનંદનો અનુભવ કર્યો હતો.

મહોત્સવ દરમિયાન સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો. મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના, આરતી અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ કરીને ભક્તિસભર ભજનો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૌનું મન મોહી લીધું હતું.

આ અવસરે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો દ્વારા રામભક્તિથી ઓતપ્રોત રજૂઆતો કરવામાં આવી હતી, સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ અને સંસ્કૃતિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ નગરજનોને રામનવમી પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌને ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલા રહેવાની અપીલ કરી હતી. મહોત્સવ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર પૂર્ણ થયો હતો.

AUTHOR
Admin

Admin

Author details are not available.