Get News Alerts

Never miss breaking news updates.

મુંબઈમાં IPL સાથે જોડાયેલા બ્રિટિશ નિષ્ણાતનું શંકાસ્પદ મોત

29 માર્ચના રોજ મેચનું કવરેજ પૂર્ણ કરીને તેઓ મોડી રાત્રે હોટલ પરત ફર્યા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે હોટલ સ્ટાફે તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. શંકા જતાં કર્મચારીઓએ માસ્ટર કીની મદદથી દરવાજો ખોલ્યો, જ્યાં તેઓ જમીન પર અચેત હાલતમાં પડેલા જોવા મળ્યા. હોટલના ડોક્ટરે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
Admin
AdminUpdated on: 31 Mar 2026 04:56 PM IST
મુંબઈમાં IPL સાથે જોડાયેલા બ્રિટિશ નિષ્ણાતનું શંકાસ્પદ મોતમુંબઈમાં IPL સાથે જોડાયેલા બ્રિટિશ નિષ્ણાતનું શંકાસ્પદ મોત

મુંબઈમાં IPL મેચોના પ્રસારણ સાથે જોડાયેલા એક વિદેશી નિષ્ણાતના શંકાસ્પદ મોતથી ખળભળાટ મચી ગયો છે. દક્ષિણ મુંબઈની જાણીતી ટ્રાયડન્ટ હોટલમાં રોકાયેલા 76 વર્ષીય બ્રિટિશ નાગરિક ઇયાન વિલિયમ લેંગફોર્ડ સોમવારે સવારે પોતાના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ઇયાન લેંગફોર્ડ એક અનુભવી બ્રોડકાસ્ટ એન્જિનિયર હતા અને તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે જોડાઈ IPLના લાઈવ ટેલિકાસ્ટ માટે ટેકનિકલ કામગીરી સંભાળી રહ્યા હતા. તેઓ 24 માર્ચથી હોટલના રૂમ નંબર 2715માં રોકાયા હતા.

29 માર્ચના રોજ મેચનું કવરેજ પૂર્ણ કરીને તેઓ મોડી રાત્રે હોટલ પરત ફર્યા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે હોટલ સ્ટાફે તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. શંકા જતાં કર્મચારીઓએ માસ્ટર કીની મદદથી દરવાજો ખોલ્યો, જ્યાં તેઓ જમીન પર અચેત હાલતમાં પડેલા જોવા મળ્યા. હોટલના ડોક્ટરે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસના પ્રાથમિક તારણ મુજબ કોઈ શંકાસ્પદ હલચાલ સામે આવી નથી, પરંતુ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોમ્બે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.

હાલ પોલીસ હોટલ સ્ટાફ અને લેંગફોર્ડ સાથે જોડાયેલા સહકર્મચારીઓની પૂછપરછ કરી રહી છે, જેથી સમગ્ર ઘટનાની હકીકત સામે આવી શકે.

AUTHOR
Admin

Admin

Author details are not available.