GSRTCનો મોટો નિર્ણય: અમદાવાદ-ભાવનગર અને અમદાવાદ-સુરત વોલ્વો ભાડામાં ઘટાડો, મુસાફરોને સીધો લાભ



ફાઈલ ફોટો
GSRTCનો મોટો નિર્ણય: અમદાવાદ-ભાવનગર અને અમદાવાદ-સુરત વોલ્વો ભાડામાં ઘટાડો, મુસાફરોને સીધો લાભ



ફાઈલ ફોટો
અમદાવાદ: અમદાવાદથી ચાલતી GSRTCની વોલ્વો બસોના મુસાફરો માટે રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા હાઈવે શરૂ થતાં મુસાફરીનું અંતર અને સમય બંને ઘટતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અમદાવાદ-ભાવનગર અને અમદાવાદ-સુરત રૂટના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
અમદાવાદ-ભાવનગર વચ્ચે ધોલેરા હાઈવે શરૂ થતાં અંતર ઘટ્યું છે, જેના કારણે વોલ્વો બસનું ભાડું રૂ.351થી ઘટાડીને રૂ.337 કરવામાં આવ્યું છે. આથી મુસાફરોને રૂ.14નો સીધો લાભ મળશે તેમજ મુસાફરીના સમયમાં પણ અંદાજે એક કલાકનો ઘટાડો થયો છે.
તે જ રીતે નહેરુનગરથી સુરત વચ્ચેના રૂટ પર નવા એક્સપ્રેસ હાઈવેના ઉપયોગથી અંતર ઘટતાં ભાડું રૂ.748થી ઘટાડીને રૂ.687 કરવામાં આવ્યું છે, જેમાં મુસાફરોને રૂ.61ની બચત થશે અને લગભગ 50 મિનિટનો સમય પણ બચશે.
GSRTCના આ નિર્ણયથી નિયમિત મુસાફરોને ભાડામાં રાહત સાથે સમયની પણ બચત થશે, જેનાથી બંને રૂટ પર મુસાફરી વધુ સુવિધાજનક બનશે.




