Get News Alerts

Never miss breaking news updates.

35 લાખ યુઝર્સ અને 6 લાખ ડ્રાઇવર્સ સાથે ભારત ટેક્સીએ રચ્યો ઇતિહાસ

ભારત ટેક્સી બની વિશ્વની સૌથી મોટી મોબિલિટી કો-ઑપરેટિવ : 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખ ડ્રાઇવર્સ જોડાયા. , જેના કારણે ડ્રાઇવર્સની માસિક આવકમાં 25%થી 30% સુધીનો વધારો નોંધાયો છે. સાથે જ પારદર્શક સિસ્ટમના કારણે મુસાફરોને પણ આશરે 15% સુધીની બચત થઈ રહી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 28 May 2026 03:07 PM IST
35 લાખ યુઝર્સ અને 6 લાખ ડ્રાઇવર્સ સાથે ભારત ટેક્સીએ રચ્યો ઇતિહાસ35 લાખ યુઝર્સ અને 6 લાખ ડ્રાઇવર્સ સાથે ભારત ટેક્સીએ રચ્યો ઇતિહાસ

ભારત ટેક્સી બની વિશ્વની સૌથી મોટી મોબિલિટી કો-ઑપરેટિવ : 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખ ડ્રાઇવર્સ જોડાયા

ભારત ટેક્સીએ ઝડપી વિકાસ સાથે વિશ્વની સૌથી મોટી મોબિલિટી કો-ઑપરેટિવ તરીકે પોતાની ઓળખ બનાવી છે. હાલમાં પ્લેટફોર્મ સાથે 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઇવર્સ જોડાયેલા છે.

આ પ્રોજેક્ટ ‘સહકારથી સમૃદ્ધિ’ના સપનાને સાકાર કરી રહ્યો છે, જેના કારણે ડ્રાઇવર્સની માસિક આવકમાં 25%થી 30% સુધીનો વધારો નોંધાયો છે. સાથે જ પારદર્શક સિસ્ટમના કારણે મુસાફરોને પણ આશરે 15% સુધીની બચત થઈ રહી છે.

ભારત ટેક્સી દ્વારા અત્યાર સુધી 10,000થી વધુ ડ્રાઇવર્સને સોફ્ટ સ્કિલ્સ અને ડિજિટલ હેન્ડલિંગની ખાસ તાલીમ આપવામાં આવી છે. મુસાફરોની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સાથે SOS ઇન્ટિગ્રેશન પણ કરવામાં આવ્યું છે, જેના કારણે ઇમરજન્સી સમયે ઝડપી પ્રતિસાદ મળી શકે છે.

આ સમગ્ર પહેલને કારણે મોબિલિટી ક્ષેત્રમાં સહકાર આધારિત મોડલને નવી દિશા મળી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.