હોસ્પિટલની બેદરકારીથી બાળકનું મોત થતા, પરિવારનો ડોક્ટરો પર આક્ષેપ કર્યો



હોસ્પિટલની બેદરકારીથી બાળકનું મોત થતા, પરિવારનો ડોક્ટરો પર આક્ષેપ કર્યો



સુરત: શહેરની જાણીતી કિરણ હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન બાળકના મોત થતા હોબાળો મચી ગયો છે. મૃતક બાળકના પરિવારના સભ્યો હૉસ્પિટલના ડોક્ટરો સામે કડક આક્ષેપો કરતા સામ સામે આવી ગયા હતા પરિવારે ડોક્ટરો પર આરોપ લગાવ્યો કે તેઓએ બાળકને સમયસર સારવાર ન આપી, જેના કારણે બાળકનું મોત થયુ હતુ.
પરિવાર અને ડોક્ટરો વચ્ચે વાંધો એટલો વધી ગયો કે બંને પક્ષ સામને સામને આવી ગયાં અને સમગ્ર મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો. તેના કારણે પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ તાત્કાલિક પોલીસ હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી અને દર્દીના સગા અને ડોક્ટરો વચ્ચે મામલો શાંત પાડ્યો હતો. અને પરિવારના દર્દીઓને કહ્યુ હતુ કે આના પાછળ જે પણ જવાબદાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પોલીસે પરિવારને ખાતરી આપી કે સમગ્ર ઘટનાની ગંભીર તપાસ કરવામાં આવશે અને જો કોઈ બેદરકારી મળી આવે તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. આ ઘટનાથી હોસ્પિટલમાં પણ તણાવનું વાતાવરણ બની ગયું છે.
પરિવાર દ્વારા કિરણ હોસ્પિટલના ડોક્ટરોનું લાઈસન્સ રદ્દ કરવાની માંગ પણ કરવામાં આવી છે, જે મામલે આગળ શું પગલાં લેવામાં આવશે તે હવે તપાસ પર નિર્ભર છે. સુરતના હૉસ્પિટલોમાં આ ઘટનાએ સુરક્ષા અને દર્દીઓના અધિકારો અંગે ફરી પ્રશ્નો ઉઠાવી દીધા છે. શહેરના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યુ છે કે દરેક દર્દી સાથે યોગ્ય તકેદારી અને સતર્કતા રાખવી અતિઆવશ્યક છે, અને કાયદેસરની દિશામાં જ કાર્યવાહી થશે.
હાલ કાતરા પોલીસ સ્ટેશનમાં પીઆઈ બી કે ચૌધરીએ જણાવ્યુ હતુ કે પરિવારના આક્ષેપ પ્રમાણે હાલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ સામે આવશે. અને ત્યાર બાદ આ રિપોર્ટને મેડિકલ બોર્ડમાં મોકલવામાં આવશે તેના આધારે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




