અરવલ્લીમાં ભાજપનુ શક્તિ પ્રદર્શન, વિકાસ સંકલ્પ સભામાં ઉમટી ભીડ



અરવલ્લીમાં ભાજપનુ શક્તિ પ્રદર્શન, વિકાસ સંકલ્પ સભામાં ઉમટી ભીડ



અરવલ્લી : અરવલ્લી જિલ્લાના સથંબા ખાતે આજે ‘વિકાસ સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી Bhupendra Patel હાજર રહ્યા હતા. આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સભા દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ હાજર જનસમુદાય સાથે સીધો સંવાદ સાધ્યો અને રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા ગામડાંથી લઈને શહેરો સુધી સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓને એકજૂટ થઈને કાર્ય કરવા આહ્વાન કર્યું હતું. તેમણે ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાની અપીલ કરી અને વિકાસના મુદ્દાઓને લઈને મતદારો સુધી પહોંચવા સૂચન આપ્યું હતું.
સભા દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચારને વધુ તેજ બનાવવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા અરવલ્લી જિલ્લામાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે.




