Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ મ્યુનિસિપલ ચૂંટણી 2026 માટે ભાજપનું સંકલ્પપત્ર જાહેર

આગામી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યું છે. મહાનગર કચેરી ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સંકલ્પપત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં સંકલ્પમાં શહેરના વોટર પ્રોજેક્ટ ડ્રેનેજ, સ્ટોર્મ વોટર નેટવર્કના સુધારા જેવી બાબતો કહેવામાં આવી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 16 Apr 2026 05:04 PM IST
અમદાવાદ મ્યુનિસિપલ ચૂંટણી 2026 માટે ભાજપનું સંકલ્પપત્ર જાહેરઅમદાવાદ મ્યુનિસિપલ ચૂંટણી 2026 માટે ભાજપનું સંકલ્પપત્ર જાહેર

ઋષિકેશ પટેલના હસ્તે વિમોચન, વિકાસના મુદ્દે મતદારોને આહ્વાન

અમદાવાદ : આગામી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યું છે. મહાનગર કચેરી ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સંકલ્પપત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શહેરના અગ્રણીઓ, મહાનગરના હોદ્દેદારો અને પૂર્વ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવારો વિકાસના મુદ્દે જનતા સમક્ષ જઈ રહ્યા છે અને વધુમાં વધુ મતદાન માટે અપીલ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે, અગાઉના સંકલ્પપત્રના આશરે 96 ટકા વચનો પૂર્ણ કરવામાં આવ્યા છે અને ઉમેદવારો લોકો સમક્ષ રિપોર્ટ કાર્ડ સાથે જઈ રહ્યા છે. સંકલ્પપત્રમાં શહેરના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના વિકાસનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે.

સંકલ્પપત્રના મુખ્ય મુદ્દા:
શહેરમાં વોટર પ્રોજેક્ટ, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર નેટવર્કના સુધારા
ફાયર સેફ્ટી અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની યોજના
સિનિયર સિટિઝન માટે આરોગ્ય સેવાઓ અને નવી હોસ્પિટલોના વિકાસ
AI આધારિત ટ્રાફિક સિસ્ટમથી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ
પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ મજબૂત બનાવવાની યોજના


ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ યોજનાઓ:
શહેરમાં 50 હજારથી વધુ આવાસ મકાનો બનાવવાની યોજના
17 ઓવરબ્રિજ અને 3 અંડરપાસનું નિર્માણ
રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધારી 100% સુધી પહોંચવાનો લક્ષ્ય
પાણીના સ્ત્રોતો પર સોલર પ્રોજેક્ટ્સ વિકસાવાશે


સ્વચ્છતા અને પર્યાવરણ:
પિરાણા ડમ્પ સાઇટને સંપૂર્ણપણે નાબૂદ કરી ગાર્ડન તરીકે વિકાસ
દરરોજ 2000 મેટ્રિક ટન કચરાના આધુનિક નિપટારા
કિચન વેસ્ટથી CNG ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપના
શહેરના ગ્રીન કવર 12.5% થી વધારી 18% સુધી લઈ જવાનો લક્ષ્ય


અન્ય મહત્વપૂર્ણ જાહેરાતો:
કોમનવેલ્થ ગેમ્સ-2030 માટે અમદાવાદને તૈયાર કરવાનો પ્લાન
દરેક ઝોનમાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
હેરિટેજ વિસ્તારોનો વિકાસ અને સુંદરિકરણ
સ્માર્ટ સ્કૂલ અને નવી અંગ્રેજી માધ્યમ શાળાઓ શરૂ કરાશે
ઈ-ગવર્નન્સ દ્વારા પારદર્શક અને ઝડપી સેવાઓ

ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, અમદાવાદને વધુ આધુનિક, સ્વચ્છ અને સુરક્ષિત શહેર બનાવવા માટે આ સંકલ્પપત્ર મહત્વપૂર્ણ સાબિત થશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.