બગસરામાં 21 વર્ષની વિદ્યાર્થિનીને ભાજપની ટિકિટ



બગસરામાં 21 વર્ષની વિદ્યાર્થિનીને ભાજપની ટિકિટ



અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે યુવા ચહેરા પર વિશ્વાસ વ્યક્ત કરીને નવી દિશામાં પગલું ભર્યું છે. પરંપરાગત નેતાઓને બદલે પાર્ટીએ વોર્ડ નંબર 2માંથી ભણેલી અને ઉત્સાહી વિદ્યાર્થિની વિશ્વા નકુમને ઉમેદવાર તરીકે જાહેર કરી છે.
વિશ્વા નકુમ હાલમાં બીએસસી નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. અભ્યાસ સાથે સમાજસેવાની ભાવના ધરાવતી આ યુવા દીકરીને ટિકિટ મળતા વિસ્તારમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના આ નિર્ણયને યુવાનોને રાજકારણમાં આગળ લાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
ઉમેદવારી જાહેર થયા બાદ વિશ્વા નકુમે જણાવ્યું હતું કે પક્ષે મુકેલા વિશ્વાસ બદલ તેઓ આભારી છે. જનતાનો આશીર્વાદ મળશે તો લોકસેવાને પ્રથમ પ્રાથમિકતા આપશે. નર્સિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાને કારણે લોકોને આવતી મુશ્કેલીઓ તેઓ નજીકથી સમજતી હોવાથી હવે રાજકીય મંચ પરથી પાયાની સુવિધાઓ માટે કામ કરવાની તેમની ઈચ્છા છે.
બગસરાના રાજકારણમાં આ યુવા ચહેરાની એન્ટ્રીથી ચૂંટણીનો માહોલ વધુ રસપ્રદ બન્યો છે




