ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી લઈને ભાજપે પાર્લામેન્ટી બોર્ડમાં કડક નિયમો જાહેર કર્યા



ફાઈલ ફોટો
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી લઈને ભાજપે પાર્લામેન્ટી બોર્ડમાં કડક નિયમો જાહેર કર્યા



ફાઈલ ફોટો
અમદાવાદ: ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દરેક પાર્ટી પોતાના પક્ષને વિજેતા બનાવા માટે પૂરઝોર લગાવી રહી છે. ત્યારે આજે ભાજપના પાર્લામેન્ટી બોર્ડની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઉમેદવારીને લઈનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં કોઈપણ ઉમેદવાર 60થી ઉપરના ના હોવો જોઈએ. જે લોકો ત્રણ ટર્મથી પૂર્ણ કરી હતો તેને તક આપવામાં આવશે નહીં. પરિવારના કોઈપણ સભ્યને ટિકિટ આપવામાં નહીં આવે. આવા પ્રકારના નિર્ણય પાર્લામન્ટી બોર્ડની બેઠકમાં લેવામાં આવ્યા છે.

અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને માહોલ ચારે બાજુ ગરમ છે. તેને લઈને દરેક પાર્ટી પોતાની પાર્ટીને બહુબત્ત સાથે જીતે તેના માટે કમરકર્સી રહી છે. જ્યારે દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવાર સમજી વિચારીને ઉતારી રહી છે મેદાનમાં ત્યારે આજે ગુજરાતમાં ભાજપની પાર્લામેન્ટી બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ઉમેદવારને લઈને નિયમો બનાવામાં આવ્યા હતા. જેમ કે ભાજપમાં કોઈપણ ઉમેદવાર 60 વર્ષથી ઉપરનું ના હોવું જોઈએ. જે લોકોએ ત્રણ ટર્મ પોતાની પૂર્ણ કરી છે તેને ફરી વખત ટિકિટ આપવામાં આવશે નહીં. જે પરિવારને સભ્યને પહેલેથી જ ટિકિટ મળી હોય તેના બીજા સભ્યોને ટિકિટ આપવામાં આવશે નહીં. તેવા પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા છે. આ નવા નિયમો પાર્લામેન્ડ બોર્ડમાં લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: દ્વારકામાં નકલી આર્મી જવાન ઝડપાયો
સ્થાનિક ચૂંટણી લઈને ભાજપ દિવસ રાત મહેનત કરી રહી છે. તે કોઈપણ પ્રકારની ચૂકના થાય તેની ખાસ ધ્યાન રાખવામાં આવી રહી છે. ભાજપમાં હાઈકમાન્ટ દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે પરિવારને પહેલેથી જ ટિકિટ આપવામાં આવી છે તેમના બીજા અન્ય સભ્યોને ટિકિટ આપવામાં ના આપવામાં આવે તેવા નિયમો બનાવામાં આવ્યા છે પણ આવા પ્રકારના નિયમોથી કેટલાક લોકોના ટિકિટ આપવાના પત્તા પહેલાથી જ કપાઈ ગયા હતા.




